Gujarat

ચિત્રોડ ગીરનાં લાયન્સ બર્ગ ફાર્મ હાઉસમાં મહેફિલ, પાંચ ઝડપાયા

By GS Team
28 Dec 20242 mins read
This article was originally published on 28 Dec 2024
ચિત્રોડ ગીરનાં લાયન્સ બર્ગ ફાર્મ હાઉસમાં મહેફિલ, પાંચ ઝડપાયા

ગીર વિસ્તારમાં ફાર્મ હાઉસ બન્યાં કલંકિત, દારૃ અંગે વધુ એક દરોડો

આઠ દિવસ દરમ્યાન ચાર ફાર્મ હાઉસ અને રિસોર્ટમાંથી દારૃની મહેફિલ માણતા ૨૫ જેટલા શખ્સોને ઝડપી લેવાયા

  તાલાલા ગીર :  સાસણગીર માં આવેલ ફાર્મ હાઉસો થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે પ્રવાસીઓનું પ્રિય સ્થળ બની રહ્યું છે.તાલાલા પંથકમાં જંગલમાં છેલ્લા આઠ દિવસ દરમ્યાન ચાર ફાર્મ હાઉસ અને રિસોર્ટ માંથી દારૃની મહેફિલ માણતા ૨૫ જેટલા શખ્સોને ઝડપી લીધા છે.આજે ચિત્રોડ ગામે લાયન્સ બર્ગ ફાર્મ હાઉસમાં દારૃનો દરોડો પાડી પાંચ શખ્સોને પકડી પાડીધ ધોરણસરની કાર્યવાહી કરીછે.

અહીના ફાર્મ હાઉસમાં ચાલતા ગોરખધંધાઓના કારણે ફાર્મ હાઉસ કલંકિત બની રહ્યા છે.અહી બાળકો કે પરિવાર સાથે રોકાણ કરનારાઓ માટે વારંવાર ક્ષોભજનક સ્થિતિ સર્જાય છે.નજીકના જ દિવસોમાં ફાર્મ હાઉસમાં દારૃની મંડાયેલી મહેફીલ પર પોલીસે દરોડા પાડી  જુદાજુદા વિસ્તારમાંથી ગીરમાં આવેલા ૨૫ શરાબપ્યાસીઓને ફાર્મહાઉસમાંથી પકડી પાડયા છે. આજે અહી  ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી. પો.ઈન્સ. એ.બી જાડેજા, પી.એસ.આઈ.આકાશસિંહ સિંધવ સ્ટાફ સાથે તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન જંગલ વિસ્તારમાં આવેલ લાયન્સ બર્ગ ફાર્મ હાઉસ ચાલતી વિદેશી દારૃની મહેફિલ ઝડપાઈ હતી.પોલીસે જીગર પ્રવિણ પંડયા (ઉ.વ.૪૫ )રે.બરોડા, મીલીન ધર્મેન્દ્ર મહેતા (ઉ.વ.૩૫ રે.બરોડા), અંકુર ચંદ્રકાન્ત પારેખ (ઉ.વ.૪૨ રે.બાલાસિનોર જી.મહીસાગર), હિતેન યોગેશ મહેતા (ઉ.વ.૪૫ રે.ચોખડા જી.વડોદરા ) તથા ફાર્મ હાઉસના સંચાલક મુકેશ દેવશી જીવાણી (ઉ.વ.૪૯ રે.તાલાલા )ને પકડી પાડેલ છે. પોલીસે ગેરકાયદેસર દારૃની મહેફિલનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તાલાલા પંથકના ફાર્મ હાઉસોમાં ઉપરા ઉપરી દરોડા થી ન્યુ યર ની ઉજવણી કરવા આવતા પ્યાસીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પંથકમાં ચિત્રોડ ગીર પહેલા ભોજદેગીર, લુશાળા, બોરવાવ ગીરમાં જંગલ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસો ઉપર પોલીસે દરોડા પાડી કુલ ૨૫ શરાબીઓને મહેફીલમાં પકડી લીધા છે.એક દરોડામાં રાજકોટના ભદ્ર સમાજના ૧૧ સોની વેપારીઓ પકડાઈ ગયા હતા. સારી વાતએ છે કે એલસીબીને ફાર્મ હાઉસમાં શરાબની મહેફિલોની ખબર પડી જાય છે અને આશ્ચર્યનીવાત એ છે કે દારૃ કોણે પુરો પાડયો એની કોઈ જ તપાસ થતી નથી. ખરેખર તો સપ્લાયર સુધી પોલીસે પહોંચવું જોઈએ પણ અકળ કારણોસર એમ કરવામાં આવતું નથી .હાલ તાલાલા વિસ્તારમાં દૂધની જેમ ખુલ્લેઆમ વિદેશી શરાબનું વેચાણ થાય છે. આવી જ રીતે પોલીસની જાણમાં ગ્રામ્ય વિસ્તારમાં પાંચથી સાત જગ્યાએ ખૂલ્લેઆમ વિદેશી શરાબનું વેચાણ થાય છે. જે જગજાહેર છે.