Gujarat

પંચમહાલ: શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા એક મહિલાનું કરૂણ મોત, બે મહિલા ઈજાગ્રસ્ત

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામે ખેતરમાં ડાંગર રોપતી મહિલાઓ પર વીજળી પડતાં કરૂણ ઘટના બની. આ આકાશી આફતમાં સંતોષબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે અન્ય 2 મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાથી મૃતકના પરિવારમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા એક મહિલાનું કરૂણ મોત, બે મહિલા ઈજાગ્રસ્ત

Shehra Lightning Strike Nandarva : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. શહેરા તાલુકાના નાંદરવા ગામે ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલી મહિલાઓ પર અચાનક વીજળી ત્રાટકતા એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. નાંદરવા ગામના બામણીયા ફળિયામાં આવેલા બે અલગ-અલગ ખેતરોમાં ડાંગરનું ધરું રોપવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક આકાશમાંથી વીજળી પડી હતી. ખેતરમાં કામ કરી રહેલાં સંતોષબેન, ઝાજમબેન અને શારદાબેન નામના મહિલાઓ વીજળીની ચપેટમાં આવી ગયા હતા. આ આકાશી આફતમાં સંતોષબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાને ગંભીર અને એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ કરાયા રિફર

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ મૃતક મહિલાના મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ડાંગરની રોપણી વખતે જ બનેલી આ કમનસીબ ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.