બળાત્કાર, પોક્સોના 5000થી વધુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ, 3 વર્ષમાં 10000થી વધુ કેસ નોંધાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fast Track Court Backlog: ગુજરાતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બળાત્કાર અને પ્રોટેકશન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) ઍક્ટ હેઠળના પાંચ હજારથી વધુ કેસ ચુકાદાની રાહમાં હોવાનું સામે આવ્યું છે.
18 વર્ષ સુધીના બાળકો સાથે જાતીય દુર્વ્યવહાર થાય કે અન્ય કોઈપણ રીતે સતામણી કરાય તેના આરોપીઓ સામે પોક્સો અંતર્ગત કેસ નોંધવામાં આવે છે. બાળકો સામેના આવા અપરાધ ઘટાડવા માટે મોટાપાયે જાગૃતિ ઝુંબેશ ચલાવાય છે તેમ છતાં દર વર્ષે હજ્જારોની સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.
લોકસભામાં વિધિ અને ન્યાય મંત્રાલય દ્વારા પોક્સોના ગુજરાતમાં નોંધાયેલા અને નિકાલ કરાયેલા કેસની માહિતી અપાઈ છે. જેના અનુસાર વર્ષ 2025માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 2484 કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં નોંધાયા હતા, તેમાંથી 3052નો નિકાલ થયો હતો જ્યારે 5135 કેસ પેન્ડિંગ છે. નોંધાતા કેસના પ્રમાણમાં છેલ્લા 3 વર્ષથી તબક્કાવાર ઘટાડો થઈ રહ્યો છે.








