21 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ 'નાઉકાસ્ટ' આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Updates : ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 1:00 વાગ્યેથી આગામી 3 કલાક માટેનું નાઉકાસ્ટ (Nowcast) બુલેટિન જારી કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ આગામી કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ફરી એકવાર સક્રિય થશે અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
21 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ (5 થી 15 મિમી પ્રતિ કલાક) પડવાની સંભાવના છે. આ દરમિયાન ગાજવીજ સાથે 41 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે તેમજ 30% થી 60% સુધી વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ક્યાં ક્યાં યલો એલર્ટ?
જ્યારે બીજી તરફ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં હળવા વરસાદ ( મિમી પ્રતિ કલાકથી ઓછો) સાથે 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની અને હળવાં ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા 30% કરતાં ઓછી છે. નાગરિકોને હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને જરૂરી સલામતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




