Gujarat

યુનિ.કેમ્પસમાં આરતી, પૂજા, દીપ પ્રાગટય બંધ કરાવવાની જરુર, પ્રોફેસરનો ખુલ્લો પત્ર

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના હેડ જાગૃત ગડિતે દીપ પ્રાગટ્ય અને દેવી-દેવતાઓની પૂજા જેવી પરંપરાઓને ધાર્મિક ગણાવી વિવાદ છેડ્યો છે. તેમણે વાઇસ ચાન્સેલરને પત્ર લખી જણાવ્યું કે, સરકારી યુનિવર્સિટીમાં આવી ધાર્મિક વિધિઓ બંધારણના મૂળભૂત માળખા વિરુદ્ધ છે. તેમણે મા સરસ્વતીનો ફોટો હટાવવાની પણ માંગ કરી છે, જેથી યુનિવર્સિટીમાં ધાર્મિક ક્રિયાઓ બંધ થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિ.કેમ્પસમાં આરતી, પૂજા, દીપ પ્રાગટય બંધ કરાવવાની જરુર, પ્રોફેસરનો ખુલ્લો પત્ર

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના હેડે યુનિવર્સિટીમાં યોજાતા કાર્યક્રમોમાં દીપ પ્રાગટય જેવી પરંપરાઓને ધાર્મિક ગણાવીને તેની સામે વાંધો ઉઠાવ્યો છે અને આ બાબતે વાઈસ ચાન્સેલરને ખુલ્લો પત્ર લખીને વિવાદ છેડયો છે.
હેડ જાગૃત ગડિતે પત્રમાં લખ્યું છે કે, દેવી દેવતાની હાર પહેરાવાયેલી પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવવો, હાથ જોડવા આ બધુ ધાર્મિક અનુષ્ઠાનનું સ્વરુપ છે અને સરકારી યુનિવર્સિટીના મંચ પર આ પ્રકારની ધાર્મિક વિધિ કરવી એ બંધારણના મૂળભૂત માળખા સાથે સુસંગત નથી.વ્યક્તિગત ધાર્મિક માન્યતાઓને જાહેર યુનિવર્સિટી પર થોપવાની જરુર નથી.
આ અધ્યાપકે ફેકલ્ટીના ઓડિટોરિયમની દીવાલ પર લગાડાયેલી મા સરસ્વતીના ફોટો સામે પણ વાંધો લઈને પત્રમાં લખ્યું છે કે, દેવી દેવતાનું જ્યાં સ્થાન ના હોય ત્યાં મૂર્તિ કે ફોટો મૂકવો એ આધ્યાત્મિક પવિત્રતાને હાનિ પહોંચાડવાનું કામ છે.આ ફોટો હટાવી લેવામાં આવે તો મા સરસ્વતી પ્રસન્ન થશે.યુનિવર્સિટીમાં ધાર્મિક વિધિ વધી ગઈ છે અને કોઈ પણ નવી સુવિધાનું લોકાર્પમ થાય તો પણ ધાર્મિક વિધિ કરાવાય છે.મારી અપીલ છે કે, કેમ્પસમાં આરતી, પૂજા અને કથા જેવી ધાર્મિક વિધિઓ યોજવામાં ના આવે.