Gujarat

રાજકોટમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ યથાવત, દિવાળી પર્વમાં 22% વૃધ્ધિ

By GS Team
15 Oct 20253 mins read
This article was originally published on 15 Oct 2025
રાજકોટમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ યથાવત, દિવાળી પર્વમાં 22% વૃધ્ધિ

- સાયબર ફ્રોડ અને વોકલ ફોર લોકલની અસર નહીવત

- દીપાવલિ ફેસ્ટિવલ ઓફરના પગલે દૈનિક પાર્સલ બમણાંથી વધીને ર૧,૦૦૦ને પાર, રપ૦થી વધુ ડિલિવરીમેનને દરરોજ રપથી ૪૦ કિ.મી.ની ભાગદોડ

- રાજકોટના ઈ-કોમર્સમાં ઓનલાઈન શોપર્સ ચાલુ દિવાળી ફેસ્ટિવલમાં ૧,૫૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપે તેવો અંદાજ

રાજકોટ: અત્યારે દિવાળી પર્વનો ઉલ્લાસ છવાઈ રહ્યો છે અને બજારોમાં ખરીદી માટે જોરદાર ભીડ જામી રહી છે. જો કે, ઈ-કોમર્સ ક્ષેત્રમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ પણ ચાલુ દિવાળીએ અકબંધ રહ્યો છે. એકાદ વર્ષથી ખુબ જ વધી ગયેલા સાયબર ફ્રોડ અને સરકારની 'વોકલ ફોર લોકલ' ઝુંબેશની નહીંવત અસર વચ્ચે ચાલુ વર્ષે નવરાત્રિથી દિવાળી સુધીમાં સાવચેતી સાથે પણ રાજકોટ શહેરમાં ઓનલાઈન શોપિંગમાં રર ટકા વૃધ્ધિ આવી છે. 

ગુજરાતના ચોથા સૌથી મોટા શહેર અને ધમધમતા વ્યાપારી કેન્દ્ર રાજકોટમાં અત્યારે ખરીદીનો પીક ટાઈમ છે. ૩૨ લાખથી વધુની વસ્તીમાં અંદાજે ૪ લાખથી વધુ ઓનલાઈન ખરીદદારો અને ઇન્ટરનેટનો વ્યાપ ૬૦% થી વધુ હોવાથી ઈ-કોમર્સમાં રાજકોટના ઓનલાઈન શોપર્સ ચાલુ દિવાળી ફેસ્ટિવલમાં ૧,૫૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપે તેવો અંદાજ છે. રાજકોટમાં ઈ-કોમર્સ ક્ષેત્રે ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન, ફલીપકાર્ટ, મીસો અને મૈન્ત્રા જેવા પ્લેટફોર્મ જ લોકોમાં હોટ-ફેવરીટ રહ્યા છે. 

સ્થાનિક વેર હાઉસ મેનેજર કહે છે કે, રાજકોટમાં હજુ અમદાવાદ કક્ષાનું ઓનલાઈન શોપિંગ થતું નથી. આમ છતાં દિવાળી ફેસ્ટિવલમાં અલગ-અલગ કંપનીઓની ઓફરને પગલે દૈનિક પાર્સલ (શિપમેન્ટ) વધીને બમણા થયા છે. સામાન્ય દિવસોમાં ૯-૧૦ હજાર પાર્સલ હોય છે, જે આંકડો અત્યારે દરરોજ ર૧,૦૦૦ શિપમેન્ટ સુધી પહોંચી ગયો છે. રાજકોટ શહેરમાં મુખ્ય ચાર કંપનીના રપ૦ જેટલા ડિલિવરીમેન છે, જેઓ સામાન્ય દિવસોમાં ૧૦-૧ર કિ.મી. ફરીને ૪૦-પ૦ પાર્સલની ડિલિવરી કરતા હોય છે, પણ અત્યારે દરરોજ રપ થી ૪૦ કિ.મી. ભાગદોડ કરીને ૧૦૦થી વધુ પાર્સલ ડિલિવર કરી રહ્યા છે. પરિણામે તેમની આવક પણ બેઝ-પે, ઈન્સેન્ટિવ્સ અને ટિપ્સ સાથે દોઢીથી બમણી વધીને રૂા.રપ-૩૦ હજાર સુધી પહોંચી છે. સાયબર ફ્રોડ વધી ગયા હોવાથી સાવચેતી માટે કેશ ઓન ડિલિવરીમાં થોડો  વધારો થયો છે. સામાન્ય દિવસોમાં દૈનિક ૧૨-૧૫ લાખના વ્યવહાર કેશ આવતા, જ્યારે અત્યારે કેશ ઓન ડિલિવરી દરરોજ ૪૦ લાખથી વધુ હોય છે.


રાજકોટમાં ઓનલાઈન શોપિંગ વધવા પાછળનાં મુખ્ય પરિબળો

* વસ્તી

૩૨ લાખથી વધુ

* સાક્ષરતા

૮૫ % થી વધુ

* ઈન્ટરનેટ

૫૦ % થી વધુ

* સ્માર્ટ ફોન

૭૦ % થી વધુ

* ઓનલાઈન શોપર્સ

૪ લાખથી વધુ


રાજકોટ શહેરમાં ચાલુ દિવાળીનો ખરીદી ટ્રેન્ડ

ટ્રેન્ડસ

ડિમાન્ડ

વૃધ્ધિ દર

ઓનલાઈન શોપર્સ

૪-પ લાખ

રર %

ઈલેક્ટ્રોનિકસ

૧પ %

૧પ %

ફેશન-જવેલરી

૪૦ %

ર૦ %

ગ્રોસરી-હોમ ડેકોર

ર૦ %

૩પ %

મોબાઈલ + એસેસરીઝ

રપ %

ર૦ %


મોડ ઓફ પેમેન્ટના ટ્રેન્ડ

સિસ્ટમ

ટકાવારી

વધ-ઘટ

યુપીઆઈ

પપ %

- ૧પ %

કેશ-ડિલિવરી

૩૦ %

+ ૧૦ %

કાર્ડસ

૧પ %

+ પ %


સૌથી વધુ ઓર્ડર શાના

* તૈયાર કપડાં

* ઈમિટેશન જ્વેલરી

* ગૃહ સજાવટ

* સ્માર્ટ ફોન

* ઈલે.એક્સેસરીઝ

* બ્યુટી પ્રોડક્ટસ

* ધાર્મિક ચીજો