Gujarat

મધ્ય પ્રદેશથી બાઇક ચોરી કરવા આવતી ત્રિપુટી પૈકી એક ઝડપાયો

By GS TEAM
13 Nov 20251 min read
મધ્ય પ્રદેશથી બાઇક  ચોરી કરવા આવતી ત્રિપુટી  પૈકી એક ઝડપાયો

વડોદરા,મધ્ય પ્રદેશથી લેબર કામ કરવા વડોદરા આવી રાત્રિના સમયે રેકી કરી વાહન ચોરી કરતા ત્રણ  પૈકીના એક આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડયો છે. 

પાણીગેટ આયુર્વેદિક હોસ્પિટલ નજીકની એક સોસાયટીમાંથી થોડા દિવસો પહેલા એક બાઇકની ચોરી થઇ હતી. પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આ બાઇક ચોરીમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જોબટ તાલુકાના શેમલેખડી ગામે રહેતા શિવા થાનસિંગ ચૌહાણ તથા શુભમ ઉર્ફે ગોલુ ચૌહાણની સંડોવણી બહાર આવી હતી. પોલીસે વોચ ગોઠવીને શિવા થાનસિંગ ચૌહાણને ચોરીની બાઇક સાથે ઝડપી પાડયો હતો. પાણીગેટ  પી.આઇ. એ.બી. પટેલે આરોપીની પૂછપરછ હાથ ધરતા તેણે પાણીગેટ વિસ્તારમાંથી ત્રણ બાઇકની ચોરી તેના સાગરીતો શુભમ ઉર્ફે ગોલુ ચૌહાણ તથા રાજેશ ચૌહાણ સાથે મળીને કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી બે લાખની કિંમતની ત્રણ બાઇક કબજે કરી છે.