Gujarat

SBI હોમલોન કૌભાંડમાં વધુ એકની ધરપકડ,બોગસ દસ્તાવેજોમાં સંડોવણી

By GS TEAM
5 Jan 20261 min read
SBI હોમલોન કૌભાંડમાં વધુ એકની ધરપકડ,બોગસ દસ્તાવેજોમાં સંડોવણી

વડોદરાઃ ઇલોરાપાર્કની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની હોમલોન આપતી શાખામાં છ લોન ધારકો ઉભા કરી બોગસ દસ્તાવેજોની ફાઇલ મૂકી રૃ.૧.૯૭ કરોડ વગે કરવાના કૌભાંડમાં વધુ એક આરોપી પકડાયો છે.

ઇલોરાપાર્ક વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં બોગસ ફાઇલો રજૂ કરીને હોમલોન લેવાના કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ગોરવા પોલીસે તપાસ હાથ ધરી હતી.આ ગુનામાં છ લોન ધારકો ઉપરાંત બોગસ દસ્તાવેજો તૈયાર કરનાર વચેટિયા, બેન્કના એજન્ટ તેમજ દસ્તાવેજ વેરિફાય કરનાર એજન્સીના કેટલાક કર્મચારીઓ મળી કુલ ૧૬ જણા સામે ગુનો નોંધાયો હતો.

પોલીસે બે દિવસ પહેલાં લોન લેનાર શંપા ચેટર્જીની ધરપકડ કરી હતી.જ્યારે,ગોત્રી વિસ્તારના હેવરેસ્ટ એપોર્ટમેન્ટમાંથી રણજિત હમીરભાઇ લોખીલ(આહિર)(રહે.સ્કાય અરાઇઝ,અમરાવતી સોસાયટી,ગોત્રી મૂળ રહે.સુવરડા,જામનગર)ને પણ ઝડપી પાડયો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં દસ્તાવેજો તૈયાર કરવામાં જે લોકોની સંડોવણી હતી તેમાં રણજિતનો પણ રોલ હોવાનું મનાય છે. જેથી તેની પૂછપરછ કરી  પુરાવા એકત્રિત કરવાની તેમજ તેના ભાગે કેટલી રકમ આવી છે તેની માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.