૫૮.૯૫ લાખના દારૃના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

વડોદરા,માણેજા ક્રોસિંગ પાસે કંપાઉન્ડવાળી જગ્યામાંથી પકડાયેલા ૫૮.૫૯ લાખના દારૃના કેસમાં મકરપુરા પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડયો છે.
માણેજા ક્રોસિંગ નજીક ખુલ્લા દીવાલવાળા કંપાઉન્ડમાં થતા દારૃના કટિંગ સમયે જ પોલીસે રેડ પાડતા નાસભાગ મચી ગઇ હતી. આરોપીઓ વાહન છોડીને ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી સતિષ મોહનભાઇ ખત્રી (રહે.છીપવાડ ગામ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, તા. સંખેડા,જિ.છોટાઉદેપુર) તથા બહાદુર શેરૃ સમા (રહે.રતેકાતલા, તા.શીંડુવા, જિ.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડયા હતા. જ્યારે સ્થળ પરથી નાસી છૂટેલા ત્રણ વાહનોના ચાલક, કન્ટેનરના માલિક, કંપાઉન્ડના માલિક, દારૃ મગાવનાર તથા મોકલનાર તેમજ જીગો (રહે. અકોટા) અને સોહિલને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે દારૃનો જથ્થો કિંમત રૃપિયા ૫૮.૯૫ લાખ, ટેમ્પો, પીકઅપ વાન, કેરી વાહન, બૂલેટ અને ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧.૦૫ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા પીકઅપ વાનના માલિક જતીન ઉર્ફે જયુ અનિલભાઇ માછી, ઉં.વ.૩૦ (રહે.કુંભારવાડા,લાલબાગ) ને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે.









