Gujarat

ખેડા અમદાવાદ હાઈવે પર એક કરોડની લૂંટ, વડાલા-પાટિયા નજીકના બ્રિજ પરની ઘટના

By GS Team
21 Jan 20251 min read
This article was originally published on 21 Jan 2025
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. કારમાં આવેલા શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડા અમદાવાદ હાઈવે પર એક કરોડની લૂંટ, વડાલા-પાટિયા નજીકના બ્રિજ પરની ઘટના

Robbery In  Kheda: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે.

લૂંટની ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર

મળતી માહિતી અનુસાર, ખેડાના વડાલા નજીકના બ્રિજ પર આજે (21મી જાન્યુઆરી) કારમાં આવેલા શખસોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ અનાજના વેપારી પાસેથી 1 કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. વેપારી નડીયાદ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં બેસીને અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈકો કારમાં આવેલા ચાર શખસો લૂંટ ચલાવી હતી.