Gujarat

એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ

By GS TEAM
9 Nov 20251 min read
એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ

જરોદ તા..૯ મધ્યપ્રદેશના ઇન્દોરથી પ્લાસ્ટિકના એરબબલ શીટના રોલની આડમાં સુરત તરફ લઇ જવાતો દારૃનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડી જિલ્લા પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ એમપી પાસિંગની એક ટ્રક કન્ટેનર આસોજ પસાર કરી જરોદ થઇ વડોદરા તરફ જાય છે તેવી બાતમી આધારે જિલ્લા એલસીબીએ લીલોરા ગામના કટ સામે રોડ ઉપર ગઇ રાત્રે વોચ ગોઠવી હતી. માહિતી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી ડ્રાઇવરનું નામ પૂછતાં નંદરામ નાનકીયા ભુરીયા (રહે.ભીચોલી મર્દાના, દેવાસરોડ, ઇન્દોર, એમપી)જણાવ્યું હતું તેની કન્ટેનરમાં ભરેલ માલ બાબતે પૂછપરછ કરતા પ્લાસ્ટિકના એરબબલ શીટના રોલ તેમજ દારૃનો જથ્થો ભર્યો  હોવાનું જણાવ્યું  હતું.

કન્ટેનરમાં તપાસ કરતા એરબબલ શીટના મોટા ૫૦ રોલ તેમજ તેની પાછળ દારૃનો જથ્થો મળ્યો હતો. પોલીસે રૃા.૫૭.૯૯ લાખ કિમતની દારૃની ૧૪૯૭૬ બોટલો, એરબબલના રોલ, ટ્રક કન્ટેનર મળી કુલ રૃા.૬૮.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ડ્રાઇવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દારૃનો જથ્થો ભરેલી ગાડી પીથમપુર ખાતે હાઇવે પરથી એક શખ્સે વોટ્સએપ કોલ કરી આપી જણાવેલ કે સુરત તરફ જવાનું છે. ડ્રાઇવર પાસેથી ચંદન ટ્રેડર્સ, પરિવહનનગર, ઇન્દોર મોકલનાર તેમજ રિસિવર તરીકે ગીરનાર ફેશન રાધાસ્વામી સો., પુનાગામ, સુરત)નું બિલ મળ્યું હતું.