Gujarat

ગરમ પાણીનું તપેલું ઊંધું પડી જતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત

By GS TEAM
13 Jan 20261 min read
ગરમ પાણીનું તપેલું ઊંધું પડી જતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત

વડોદરા,ગરમ પાણીનું તપેલું ઊંધું પડી જતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના ડકારા ગામે રહેતો રાજેશ સાયબાભાઇ સંગાડા પત્ની અને ત્રણ સંતાનો સાથે છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા હરણી ગામ માં  પાર્ટી પ્લોટની બાજુમાં ભગવતી શો મિલના ગોડાઉનમાં રહેતો હતો. રાજેશ ગોડાઉનમાં જ મજૂરી કામ કરતો હતો. ગઇકાલે તેની પત્નીએ બાળકોને નાહવા માટે રૃમની બહાર ચૂલા પર તપેલું મૂકી પાણી ગરમ કરતી હતી. તે દરમિયાન દોઢ વર્ષની નાની બાળકીએ તપેલામાં હાથ નાખતા તપેલું ઊંધું પડી જતા બાળકી શરીરે ગંભીર રીતે દાઝી  ગઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામા આવી હતી. ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી હતી. ત્યારબાદ ડોક્ટરની સલાહ વિરૃદ્ધ તેઓ બાળકીને લઇને જતા રહ્યા હતા. આજે સવારે માતાના ખોળામાં જ બાળકીએ હલનચલન બંધ કરી દેતા પરિવાર તેને પરત સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, બાળકીનું મોત થયું હતું. પરિવારે પી.એમ. કરાવવાની ના પાડી હતી.