Get The App

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં વધુ એક આરોપી હાજર

ઇકોફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસના મહિલા પ્રોપાઇટરની અગાઉ ધરપકડ થઇ હતી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં  વધુ એક આરોપી હાજર 1 - image

વડોદરા,માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે ૨૫ ફૂટ ઊંડી ગટરના ખાડામાં પડી જતા યુવાનના મોતના કિસ્સામાં વધુ એક આરોપી હાજર થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર ગામ કબીર મંદિર પાછળ ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા વિપુલસિંહ મોહનસિંહ ઝાલા માંજલપુર સ્પોર્ટ્સે કોમ્પલેક્સ પાસેના ખાડામાં પડી જતા તેઓનું મોત થયું હતું. જે અંગે તેમના  પત્નીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  જેમાં કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપની ઇકોફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસના માલિકો, કર્મચારીઓને આરોપી દર્શાવવામાં આવ્યા હતા. પોલીસે કબજે કરેલા  દસ્તાવેજો અનુસાર, આ કામનું ઇન્સપેક્શન થર્ડ પાર્ટીને સોંપવામાં આવ્યું હતું.આ  કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના પ્રોપાઇટર ઉર્વી રાહુલકુમાર શર્મા (રહે. દર્શનમ હોમ્સ, નારાયણ ગાર્ડન પાસે, ગોત્રી)ની ધરપકડ પછી તેમના પતિ રાહુલકુમાર લક્ષ્મણભાઇ શર્મા આગોતરા જામીન લઇને પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.