વડોદરાના છાણીમાં ગણપતિના પંડાલ પાસે મોડી રાત્રે યુવક ઉપર સશસ્ત્ર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના છાણી વિસ્તારમાં મોડી રાતે ગણેશ પંડાલમાં હુમલાનો બનાવ બનતા છાણી પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધ્યો છે.
છાણીને અમિત નગર સોસાયટીમાં રહેતા આશિષભાઈ અમીને પોલીસને કહ્યું છે કે આઠ મહિના પહેલા મેં કમલેશ કાળીદાસ નાયક અને નિશીથ અમિન સાથે દુમાડ ગામમાં જમીનમાં પૈસા રોક્યા હતા. જેની લેતી દેતી બાબતે બે દિવસ પહેલા કમલેશ સાથે બોલા ચાલી થઈ હતી.
ગઈકાલે મોડી રાત્રે હું ગણેશ પંડાલમાં મિત્રો સાથે બેઠો હતો તે દરમિયાન કમલેશ તેના પિતા સાથે હાથમાં તલવાર લઈને પંડાલ પાસે આવ્યો હતો અને તું મારા બધા રૂપિયા આપી દે તેમ કહી ગાળો આપવા માંડી હતી.
તેણે મારા પર તલવારથી હુમલો કરતા મેં તલવાર પકડી લીધી હતી. જે દરમિયાન મને પેટમાં તેમજ હાથે પગે ઈજાઓ થઈ હતી. જ્યારે કમલેશના પિતાએ મારા પર ખુરશી વડે હુમલો કર્યો હતો. મારી સાથે બેઠેલા મિત્રોએ વચ્ચે પડી મને બચાવ્યો હતો. બંને પિતા-પુત્રએ મને હાથ પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી.









