Get The App

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો 1 - image

Vadodara : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં ગઈ રાત્રે એક યુવક ઉપર હીચકારો હુમલો થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

ગોત્રી હરીનગર વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા અજય વસાવાએ કહ્યું છે કે તા.31મી રાત્રે હું જમીને સ્મોકિંગ કરવા નીચે ઉતર્યો હતો અને ઓટલા ઉપર બેસી મોબાઈલ જોઈ રહ્યો હતો. તે દરમિયાન સતીશ પઢિયાર અને નરેશ પરમાર મોટા દંડા સાથે ત્યાંથી પસાર થયા હતા. 

થોડીવાર બાદ એકાએક તેઓ પરત ફર્યા હતા અને મારા ઉપર હુમલો કર્યો હતો. જેથી મને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોએ ઈજા થઈ હતી. આ વખતે નરેશે મને બાથ ભીડી દીધી હતી અને સતીશ મને દંડાથી ફટકા મારતો હતો. જેથી હું જેમ તેમ કરીને ભાગીને નજીકની લારી પર પહોંચ્યો હતો. હુમલા દરમિયાન મારો મોબાઇલ પણ પડી ગયો હતો. 

મારી પત્નીને જાણ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને મને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ બાબતે બંને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.