Get The App

ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ વિધર્મી યુવકે સગીરા પર તેના જ ફ્લેટમાં દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો

સગીરાના ઘરના સભ્યો બહારગામ ગયા ત્યારે યુવકનું દુષ્કૃત્ય ઃ સગીરાનો આત્મહત્યાનો પ્રયાસ

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ  વિધર્મી યુવકે સગીરા પર તેના જ ફ્લેટમાં દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો 1 - image

વડોદરા, તા.11 વડોદરા નજીકના એક વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતી સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કેળવી વિધર્મી યુવકે સગીરાના ફ્લેટમાં જઇને જબરજસ્તી દુષ્કર્મ આચરી ફોટા પાડી વીડિયો ઉતાર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ૧૬ વર્ષની સગીરાએ ચાર દિવસ પહેલા પોતાના ઘરની રૃમમાં હાથમાં બ્લેડ મારી ઇજા પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો  હતો. આ ઘટના બાદ તે ડિપ્રેશનમાં પણ રહેતી હતી. જેથી તેની માતાએ પૂછતા કોઇ જવાબ આપ્યો ન હતો પરંતુ તેની સાથે ખોટું થયું છે તેમ લાગતું હતું. જેથી તેને સમજાવીને પૂછતા તેણે સમગ્ર વિગતો જણાવી હતી.

સગીરાએ માતા-પિતાને રડતા રડતા કહ્યુ હતું કે મારા ઇન્સ્ટા એકાઉન્ટ પર એક યુવકનો મેસેજ આવતા તેની સાથે ચેટ કર્યુ હતું અને બાદમાં મિત્રતા થઇ  હતી. અમે બે-ત્રણ વખત કોફી શોપમાં પણ મળ્યા  હતાં. તે પણ વડોદરાનો જ છે તેમ તેણે કહ્યું  હતું. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે ઓગસ્ટ-૨૦૨૫માં  સગીરા તેમજ તેનો ભાઇ ઘેર એકલા હતા અને ઘરના અન્ય સભ્યો બહારગામ ગયા હતાં. તે દિવસે વિધર્મી યુવકનો ફોન આવ્યો હતો અને સગીરાને મળવા માટે ઘરની બહાર બોલાવી હતી પરંતુ સગીરાએ હું અને મારો ભાઇ એકલા ઘેર છે તેથી બહાર નહી આવું તેમ કહ્યું  હતું.

પરંતુ વિધર્મી યુવકે આપણે ઘેર મુવી જોઇશું તેમ કહી તે ઘરમાં આવ્યો હતો. આ વખતે સગીરાનો ભાઇ પાવાગઢ ટ્રેકિંગ કરીને આવ્યો હોવાથી તે ઊંઘતો હતો. દરમિયાન યુવકે  સગીરાના ઘરમાં જ તેની સાથે શારીરિક અડપલા શરૃ કર્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું. તેણે પોતાના મોબાઇલમાં ફોટા પાડી વીડિયો પણ ઉતાર્યો હતો. બાદમાં વિધર્મી યુવક ધમકી આપીને જતો રહ્યો હતો.