Get The App

જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

જામનગર નજીક માધાપર ભુંગા વિસ્તારમાં રહેતી યાસ્મીનબેન ઇશાકભાઈ ભગાડ નામની 17 વર્ષીય વાઘેર જ્ઞાતિની તરુણીએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 

આ બનાવ અંગે મૃતકના કાકા અબ્બાસ હશનભાઈ ભગાડે પોલીસને જાણ કરતાં બેડી મરીનપોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ કે જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને યાસમીનબેન  મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને સમગ્ર બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.