Baroda

વડોદરા: મોર્નિંગ વોકમાં નીકળેલા સીનિઅર સિટિઝનની સોનાની ચેન પડાવી આરોપીઓ ફરાર

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં મોર્નિંગ વોક પર નીકળેલા નિવૃત્ત સિનિયર સિટીઝન બિપીનભાઈ પંડ્યાને બે ગઠિયાઓએ વાતોમાં ભોળવી સોનાની ચેઈન પડાવી લીધી. છાણી જકાતનાકા પાસે મહાકાળી મંદિર પાસેથી સવારે 6 વાગ્યે મોપેડ પર આવેલા બે યુવકોએ સમા તળાવનો રસ્તો પૂછવાના બહાને, પોતાને ભૂવો ગણાવી, દોઢ તોલાની ચેઈન લઈને પલાયન થઈ ગયા. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: મોર્નિંગ વોકમાં નીકળેલા સીનિઅર સિટિઝનની સોનાની ચેન પડાવી આરોપીઓ ફરાર

Vadodara: મોર્નિંગ વોકમાં નીકળેલા સીનિઅર સિટિઝનને વાતોંમાં ભોળવી તેઓની સોનાની ચેન લઇને મોપેડ સવાર બે ગઠિયાઓ ભાગી ગયા હતા.
છાણી જકાતનાકા મહાકાળી મંદિરની પાછળ આદર્શનગર સોસાયટીમાં રહેતા બિપીનભાઇ કનૈયાલાલ પંડયા 10 વર્ષ પહેલા જી.એ.સી.એલ. કંપનીમાંથી નિવૃત્ત થયા છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 24મી તારીખે સવારે 6:00 વાગ્યે હું મહાકાળી મંદિર પાસેથી ચાલતો ઘરે જતો હતો. તે દરમિયાન સામેથી મોપેડ પર બે યુવકો આવ્યા હતા. તેઓએ મને ઊભો રાખી સમા તળાવ તરફ જવાનું એડ્રેસ પૂછ્યુ હતું. મોપેડ ચાલકે મારા હાથ પર તેનો હાથ મૂકી કહ્યું હતું કે, હું ભૂવો છું, ત્યારબાદ તેણે રૃપિયા અને હાથમાં પહેરેલી વીંટી માગી હતી. પરંતુ, મેં ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે ગળામાં પહેરેલી ચેન માગી હતી. મેં તેઓને ચેન જોવા માટે આપી હતી. મોપેડ ચાલકે ચેન મોંઢામાં મૂકી દઇ ભાગી ગયો હતો. મેં બૂમાબૂમ કરી તેઓનો પીછો કર્યો હતો પરંતુ, આરોપીઓ દોઢ તોલા વજનની ચેન લઇને ભાગી ગયા હતા.