Get The App

ચૂંટણી અધિકારી પાસે પાંચથી વધુ વ્યક્તિઓ જઇ નહીં શકે

ઉમેદવારી પત્ર ભરવા જતા સમયે લાદવામાં આવેલા પ્રતિબંધ

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી અધિકારી પાસે પાંચથી વધુ વ્યક્તિઓ જઇ નહીં શકે 1 - image

 વડોદરા,ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઇ રહે તે માટે  પોલીસ કમિશનર દ્વારા  કેટલાક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ચૂંટણી  પ્રચાર દરમિયાન સરઘસમાં મશાલ કે અન્ય જ્વલનશીલ પદાર્થ લઇ જવા નહીં. ઉમેદવારી પત્ર ભરવા જતા સમયે કચેરીની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ત્રણ વાહનથી વધુ વાહનો સાથે જઇ શકાશે નહીં. ચૂંટણી અધિકારીની ચેમ્બર્સમાં ઉમેદવાર પોતે તથા તેમના ચાર સમર્થકો મળી કુલ પાંચ વ્યક્તિઓથી વધારે લોકો જઇ શકશે નહીં. જ્યારે વિજેતા ઉમેદવાર પોતાનું ચૂંટણી પ્રમાણપત્ર લેવા માટે આવે ત્યારે પણ આ જ નિયંત્રણો લાગુ પડશે.