Baroda

વડોદરામાં આજથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થશે

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે 29 જૂનથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. 30 જૂને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે. મુખ્યમંત્રી ઇ-બસને ફ્લેગ ઓફ કરશે અને ટ્રેડ શો-એક્ઝિબિશન તથા વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. 19 સેમિનાર અને 150 સ્ટોલ્સ સાથે ગુજરાતની તકો દર્શાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આજથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થશે

વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે બે દિવસની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો તા.૨૯ જૂન, સોમવારથી પ્રારંભ થશે.તેના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ હાજર રહેશે.જ્યારે તા.૩૦ના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે.
મુખ્યમંત્રીના હસ્તે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈ બસનો ફ્લેગ ઓફ કાર્યક્રમ જીએસએફસી ગેટ નંબર એક ખાતે યોજાશે.એ પછી ૧૦-૩૦ વાગ્યે તેઓ ટ્રેડ શો અને એક્ઝિબિશનનું અને સવારે ૧૧-૧૫ વાગ્યે વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે.આ કોન્ફરન્સમાં સેમિકન્ડકટર, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, બાયોટેકનોલોજી, ક્રિએટિવ ટુરિઝમ, સ્ટાર્ટ અપ , ફિશરિઝ, રિન્યુએબલ એનર્જી જેવા વિવિધ વિષયો અને તેમાં ગુજરાત માટે શું તકો રહેલી છે તેના પર ૧૯ સેમિનારનું આયોજન કરાયું છે.વિવિધ ઉદ્યોગોના ટોચના એક્ઝિક્યુટિવ્સ અને નિષ્ણાતો સેમિનારમાં હાજર રહેશે.જ્યારે પ્રદર્શનમાં ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટ અપ અને સરકારી સાહસોની સિધ્ધિઓ દર્શાવતા ૧૫૦ જેટલા સ્ટોલ્સ જોવા મળશે.