Get The App

જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર તેનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર તેનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો 1 - image

Jamnagar Crime : જામનગર શહેરમાં રણજીત સાગર રોડ પર એક સોસાયટી વિસ્તારમાં નેપાળી યુવાનની માથામાં પથ્થર જીકી દઈ હત્યા નીપજવા અંગેના પ્રકરણમાં તેમના જ મિત્ર એવા નેપાળી શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેની પૂછપરછમાં બંને મિત્રો સાથે બેઠા હતા, દરમિયાન મરનારે આરોપીની પત્ની વિશે ટીકા ટીપ્પણી કરતાં તે ગમ્યું ન હોવાથી તેણે આવેશમાં આવી જઈ માથામાં પથ્થર જીકી દઈ હત્યા કરી નાખ્યાની કબુલાત આપી છે.

 જામનગરમાં ગ્રીન સીટી નજીકના વિસ્તારમાં રહેતા અને રખડતું જીવન જીવતા તપેન્દ્ર સાઉદ નામના 28 વર્ષના નેપાળી યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ માથામાં પથ્થર જીકીને હત્યા કરાયાનું ખુલ્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના પિતા શંકર સાઉદ નેપાળીએ પોતાના પુત્રની હત્યા નીપજાવવામાં આવી હોવાનું અને મૃતક તપેન્દ્રના મિત્ર એવા રાકેશ ઉર્ફે રામું છેત્રી નામના નેપાળી શખ્સએ પોતાના પુત્રના માથા પર પથ્થર જીકી પગમાં પણ ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાનું જાહેર કર્યું હતું.

 જે ફરીયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સિટી એ.ડિવિઝન પોલીસની સાથે એલ.સી.બી. અને એસઓ.જી.ની ટુકડી પણ જોડાઈ હતી, અને અલગ અલગ ટીમો બનાવી આરોપી રાકેશ ઉર્ફે રામુ છેતરી સાઉદ નામના નેપાળી શખ્સની અટકાયત કરી લીધી હતી. જેની પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાની કબુલાત આપી છે. બંને મિત્રો બનાવની રાત્રે સાથે બેઠા હતા દરમિયાન મરનાર યુવાને આરોપીની પત્ની વિશે ટીકા ટિપ્પણી કરી હતી, જે આરોપીને પસંદ પડ્યું ન હતું, જેથી ઉશ્કેરાટમાં આવી જઇ પથ્થરનો ઘા ઝીંકી દઈ હત્યાની કબુલાત આપી છે. સમગ્ર મામલામાં પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.