Gujarat

વાસણા રોડ પર પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી

By GS TEAM
2 Nov 20251 min read
TukuTouch Logo
વાસણા રોડની શિવાંગી સોસાયટીમાં વાહન પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાસણા રોડ પર  પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી

વાસણા રોડની શિવાંગી સોસાયટીમાં  વાહન પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા બંને  પક્ષે સામસામે  ફરિયાદ નોંધાવી છે.

તાંદલજા વાસણા રોડ પર શિવાંગી સોસાયટીમાં રહેતા પ્રણવભાઇ વિલાસભાઇ પારેખ બિલ ગામે ક્રિષ્ણા સ્ટેશનરી નામની દુકાન ચલાવે છે. જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૪ મી તારીખે રાતે   મારા પુત્રને તેના મિત્રને મળવા જવાનું હોઇ મારૃં મોપેડ લઇને જતો હતો. પરંતુ, અમારા પાડોશી ચંદ્રસિંહ સોલંકીના ટુ વ્હિલર વાહનો તથા તેમના ઘરે આવેલા મહેમાનોના ટુ વ્હિલર પાર્ક થયેલા હોઇ મારા પુત્રે  તેઓને વાહનો હટાવી લેવા માટે કહ્યું હતું. ચંદ્રસિંહે એક વાહન હટાવી લઇ મારા પુત્રને જવા માટે જગ્યા કરી આપી હતી. થોડીવાર પછી ચંદ્રસિંહ અને તેના પરિવારે બહાર આવી બૂમો પાડી પાર્કિંગના મુદ્દે તકરાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે ચંદ્રસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પાર્કિંગના મુદ્દે પાડોશમાં રહેતા પ્રણવભાઇ અને તેમના પરિવારે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.