Get The App

કોર્પોરેશનના કોન્ટ્રાકટરની બેદરકારી , કોન્ટ્રાકટરે ડિકેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કર્યો,તંત્રના આંખ મિંચામણાં

મ્યુનિ.કમિશનરની ગુડ કન્સ્ટ્રકશન સાઈટનો અધિકારીઓ દ્વારા અમલ નહીં

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
કોર્પોરેશનના કોન્ટ્રાકટરની બેદરકારી , કોન્ટ્રાકટરે ડિકેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કર્યો,તંત્રના આંખ મિંચામણાં 1 - image

       

 અમદાવાદ,સોમવાર,16 માર્ચ,2026

અમદાવાદના ચંદ્રભાગા નાળા રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન કોર્પોરેશનના જ સુધાકર નામના કોન્ટ્રાકટરે બેદરકારી પૂર્વક માટી અને ધૂળ ઉડાડતા ડિ કેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કરતા આખો વિસ્તાર પ્રદૂષિત થયો હતો. છતાં તંત્ર તરફથી આંખ મિચાંમણા કરાયા હતા. મ્યુનિસિપલ કમિશનરની ગુડ કન્સ્ટ્રકશન સાઈટ પ્રેકિટસને  કોર્પોરેશનના  અધિકારીઓએ જ અમલમા મુકી નહતી.

આખા શહેરમાં બાંધકામ સાઈટો માટે  ગ્રીન નેટ લગાવવાથી લઈ રોડ માટીથી ખરાબ થવો ના જોઈએ જેવા જાતજાતના નિયમો કોર્પોરેશન દ્વારા લાદવામા આવ્યા છે. ઉપરાંત વિવિધ બાંધકામ સાઈટોને પેનલ્ટી કરવાથી લઈ સીલ કરવા સુધીની કામગીરી ઝોન મુજબ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામા આવે છે. ચંદ્રભાગા નાળાના રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન આરએમસી પ્લાન્ટ અને ઘૂળના કારણે ડિ કેબીન અંડરપાસનો ૫૦૦ મીટરનો રોડ ધૂળીયો બનતાઆસપાસના રહીશો ત્રાહિમામ બની ગયા હતા.વાહનચાલકો પણ પરેશાન બન્યા હતા.ડ્રેનેજ પ્રોજેકટ વિભાગના અધિકારી રાકેશ બોડીવાલાએ કહયુ, ચંદ્રભાગા નાળા રીડેવલપમેન્ટની કામગીરી બે કોન્ટ્રાકટરો દ્વારા કરવામા આવી રહી છે.ડિકેબીનથી કાળીગામ સુધી સુધાકર અને કાળીગામથી વાડજ સુધી પી.દાસ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા કામગીરી કરાઈ રહી છે.ડિકેબીનથી નવા રેલવે અંડરપાસ સુધી કામગીરી દરમિયાન ધૂળ કે માટી ઉડતી હશે તો તપાસ કરાવી લઉ છુ.