Get The App

વરસાદે ખલૈયાઓની મજા બગાડી! આજે સુરત, વડોદરા અને અમદાવાદમાં અનેક ગરબા રદ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
વરસાદે ખલૈયાઓની મજા બગાડી! આજે સુરત, વડોદરા અને અમદાવાદમાં અનેક ગરબા રદ 1 - image

Navratri 2025: ગુજરાતમાં હાલ અનેક શહેરોમાં મેઘરાજા ત્રાટક્યા છે. નવરાત્રિમાં વરસાદ પડતા મોટાભાગના મા ના ગરબા આજે(28 સપ્ટેમ્બર) રદ કરાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં સાતમા નોરતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે. વરસાદના કારણે પાર્કિંગ તેમજ અન્ય વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે આજના ગરબા રદ કરાયા છે. ગરબા ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરી ગ્રાઉન્ડ બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખેલૈયાઓને મુશ્કેલીના પડે તે માટે આયોજકોએ આ નિર્ણય લીધો છે.

વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. ત્યારે આજે વડોદરામાં યુનાઈટેડ-વે, LVP, VNF, લક્ષ્મીવિલાસ પેલેસ સહિતના ગરબા રદ કરાયા છે. સુરતના કીમમાં મૈત્રી ગ્રુપના આજના ગરબા રદ કરાયા છે. જ્યારે વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં સમતા વિસ્તારના શક્તિ ગરબા અને સમા-સાવલી રોડ ખાતે આયોજિત નવશક્તિ ગરબા યોજાશે. જ્યાં રમવા અને જોવા માટે લોકો માટે ફ્રીમાં એન્ટ્રી કરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ગરબા રદ 

અમદાવાદમાં GMDC ગરબા મહોત્સવ, મુલાસણમાં કર્ણાવતી ક્લબ અને રિસોર્ટના ગરબા, દીવી મંડળીના રાસ, સાઉથ બોપલના લાભ ક્રિએશન, મણીનગરના દાંડીયા ડ્રીમલેન્ડ, બોપલના શેરી ગરબા મહોત્સવ, નિકોલના ખોડલધામ પારિવારિક નવરાત્રિ મહોત્સવ, SG હાઈવે પર  એલજે યુનિવર્સિટી નજીકના પ્રોબઝ ગરબા એન્ડ મંડલી, થલતેજ-હેબતપુર રોડના મધરાત્રિ ધ મંડલી ગરબા સહિતના ગરબા રદ કરાયા છે.

અમદાવાદમાં અહીં યોજાશે ગરબા

- આદિત્ય ગઢવીના રંગ મોરલા, અંદાજ પાર્ટી પ્લોટ, SG હાઈવે

- કીર્તિદાન ગઢવીના નોરતા નગરી, ગોપાલ ફાર્મ નજીકના ગરબા

- જીગરદાન ગઢવીના સ્વર્ણિમ નગરી, YMCA ક્લબ સામેના ગરબા

- રાતલડી, મહેન્દ્ર ફાર્મના ગરબા

આ પણ વાંચો: VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર

પંચમહાલમાં ગરબા રદ 

રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે વરસાદ થતાં નવરાત્રિમાં વિવિધ પાર્ટીપ્લોટ ખાતે આયોજિત ગરબા રદ કરવામાં આવ્યા છે. જેમાં પંચમહાલમાં પોલીસ પરેડ ખાતે આયોજિત ગરબા આજે મોકૂફ રાખ્યા હોવાનું જિલ્લા પોલીસ દ્વારા જણાવામાં આવ્યું છે.

વરસાદે ખલૈયાઓની મજા બગાડી! આજે સુરત, વડોદરા અને અમદાવાદમાં અનેક ગરબા રદ 2 - image