Gujarat

VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર

By GS TEAM
28 Sep 20252 mins read
TukuTouch Logo
નવરાત્રિમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એક્ટિવ થયા અને બે જિલ્લામાં ધડબડાટી બોલાવી દીધી. ગઈકાલે નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યુ હતું. અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર

Gujarat Weather and Rain Updates: નવરાત્રિમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એક્ટિવ થયા અને બે જિલ્લામાં ધડબડાટી બોલાવી દીધી. ગઈકાલે નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યુ હતું. અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું. ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 12 કલાકના આંકડા પર નજર કરશો તો આહ્વામાં 4 ઈંચ, વઘઈમાં 3 ઈંચ, સુબરીમાં 2.60 ઈંચ, અને સાપુતારામાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં પાણી જ પાણી થઈ ગયું હતું. 



ડાંગમાં નદીઓમાં ઘોડાપૂર 

મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં તો ખેલૈયા ચાલુ વરસાદે પણ રોકાયા નહોતા અને ગરબે ઝૂમતા દેખાયા હતા. તાપાી જિલ્લાના મુખ્યમથક વ્યારા શહેરના બાહુબલી નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ ચાલુ વરસાદે ગરબા રમતા જોવા મળ્યા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે પૂર્ણા, અંબિકા અને ખાપરી તથા ગિરા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગિરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. 



વલસાડમાં ધોધમાર વરસાદ 

દક્ષિણ ગુજરાતના વલસાડમાં કપરાડા, ધરમપુર, વાપી અને ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જ્યારે નવસારીના ચીખલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ભારે પવન ફૂંકાતા અનેક મંડપ-પંડાલ ધરાશાયી થયા હતા. વૃક્ષો પડી જવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જેના કારણે અનેક જગ્યાએ ગરબા આયોજન ઠપ થઇ ગયા હતા. ખેલૈયાઓની મજા બગડી હતી.


નર્મદા જિલ્લામાં પણ વરસાદ 

વલસાડના કપરાડામાં મોડી સાંજે વધુ પડતો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા. ગરબા માટે આયોજિત સ્થળોએ પણ કાદવ-કીચડની સ્થિતિ સર્જાઈ હતી જેના લીધે આયોજન ઠપ થઈ ગયા હતા. જોકે અમુક જગ્યાએ તો લોકો વરસાદમાં પણ ગરબા રમતા જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લામાં પણ વરસાદે ભારે માહોલ બગાડ્યો હતો.


તાપીમાં ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ 

તાપીમાં ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. હવે તે ફક્ત આ ખતરનાક સપાટીથી 0.84 ફૂટ જ દૂર છે. ડેમમાંથી તાપી નદીમાં 98869 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને ડેમના 22 પૈકી 8 ગેટ 5 ફૂટ સુધી ખોલી દેવાની ફરજ પડી હતી.