Gujarat

PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારા યુવકને મહિલાઓને ઢોર માર માર્યો, 4 સામે ફરિયાદ

By GS TEAM
31 Aug 20252 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લાના સેલંબામાં પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર યુવાનને માર માર્યાની ઘટના સામે આવી છે. સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સહિત 4 લોકોએ 37 વર્ષીય દીપક થાંભલે બાંધી ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા દીપકને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ મામલે પીડિત યુવકે સાગબારા પોલીસમાં મહિલાઓ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારા યુવકને મહિલાઓને ઢોર માર માર્યો, 4 સામે ફરિયાદ

Narmada News: નર્મદા જિલ્લાના સેલંબામાં પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર યુવાનને માર માર્યાની ઘટના સામે આવી છે. સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સહિત 4 લોકોએ 37 વર્ષીય દીપક થાંભલે બાંધી ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા દીપકને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ મામલે પીડિત યુવકે સાગબારા પોલીસમાં મહિલાઓ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના સેલંબા ગામના 37 વર્ષીય દીપક કોળીએ સેલંબામાં પીએમ આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો નર્મદા જિલ્લા વહિવટીતંત્રને લેખિત રજૂઆત કરી હતી. આ મામલે સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય વિશાખાબેન તડવી અને અન્ય એક મહિલા કંચનબેન તડવી કેટલીક મહિલાઓ સાથે દીપક પાસે આવ્યા હતા. આ મહિલાઓએ કહ્યું કે, 'તું કેમ અમારા આવાસો કેન્સલ કરાવે છે એમ કહીને ગાળો આપી હતી.' ત્યારબાદ દીપક ઘસડીને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ ઉપરાંત દિવ્યેશ તડવી, હંસાબેને તડવીએ પણ દીપકને ઢોર માર માર્યો હતો. 

આ પણ વાંચો: RTI હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી, બાવળા ચીફ ઓફિસરને રૂ.15,000નો દંડ

માર માર્યા બાદ આ તમામ લોકોએ દીપકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં દીપકને નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયો હતો, જ્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. હાલ આ મામલે પીડિત યુવકના ફરિયાદના આધારે સાગબારા પોલીસે તપાસ હાથ ઘરી છે.