Gujarat

ઝઘડિયાના નર્મદા કાંઠાએ ગામોની સીમોમાં પૂરના પાણીનો નિકાલ નહીં થતાં ખેતીમાં વ્યાપક નુકશાન

By GS Team
15 Sep 20192 mins read
This article was originally published on 15 Sep 2019
ઝઘડિયાના નર્મદા કાંઠાએ ગામોની સીમોમાં પૂરના પાણીનો નિકાલ નહીં થતાં ખેતીમાં  વ્યાપક નુકશાન

ઝઘડિયા તા.15 સપ્ટેમ્બર 2019 રવીવાર

ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોની સીમમાં પુરના પાણી ફરી વળતા ઉભા પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. મુલદ,ગોવાલી, માંડવા, ઉચેડીયા, રાણીપુરા, ઝઘડીયા, મોટાસાંજા, લીમોદરા, સુકવણા, કરાડ, અવિધા, જરસાડ, અશા, પાણેથા, ઇન્દોર  વગેરે ગામની સીમમાં ખેતરોમાં ભરાયેલા પુરના પાણીના કારણે કેળ, કપાસ, શેરડી, પપૈયા, શાકભાજીના પાક ને નુકશાન થતા ખેડૂતો કપરી સ્થિતિમાં મુકાય ગયા છે.

સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાના કારણે નર્મદાની જળ સપાટીમાં વધારો થતા નર્મદા તેની ભયજનક સપાટીથી ૫ાંચ ફૂટ ઉપર વહી રહી છે. પૂરના પાણી કાંઠા વિસ્તારોમાં ફરી વળતા ભારે ખાના ખરાબી સર્જાય છે,  ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોની સીમમાં ખેતરોમાં નર્મદાના પૂરના પાણી ફરી વળતા ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે.

ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં કેળ મુખ્ય પાક હોવાથી હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોએ  કેળનું વાવેતર કર્યું છે. કેળ, કપાસ, શેરડીની સાથે પપૈયા, તેમજ શાક ભાજીનું પણ વાવેતર કર્યું છે. નર્મદા નદીમાં પાણી છોડવાના કારણે મુલદ, ગોવાલી, માંડવા, ઉચેડીયા, રાણીપુરા, ઝઘડીયા, મોટાસાંજા, લીમોદરા, સુકવણા, કરાડ, અવિધા, જરસાડ, અશા, પાણેથા, ઇન્દોર  વગેરે ગામની સહીતના કાંઠા વિસ્તારના ખેતરોમાં પૂરના પાણી ભરાય જવાના કારણે ઉભો પાક પાણીમાં ડૂબી જતા  ખેડૂતો મશ્કેેલીમાં મુકાય ગયા છે. નર્મદા નદીમાં અવાર નવાર  પાણી છોડવામાં આવતા ખેતરોમાંથી પાણીનો કોઈ નિકાલ નહીં  થતા કેળનો પાક પાણીમાં ડૂબી જતા વ્યાપક નુકશાન થવા પામ્યું છે. કેળની સાથે પપૈયા,શેરડી, કપાસ અને શાકભાજીના પાકમાં પણ પાણી ભરાય જવાના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

 છેલ્લા કેટલા દિવસોથી ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં પાણી ભરવાના કારણે ખેડૂતો ખેતરો સુધી પહોંચી સકતા નથી. ઝઘડિયાના હાઈવેને અડી  આવેલા મુલદ અને ગોવાલી ગામની સીમોમાં તો 40  દિવસ ઉપરાંતથી પાણીનો ભરાવો થતા પાણીના કારણે પાક નિષ્ફળ ગયો છે. ઝઘડિયા પંથકના કિનારા વિસ્તારના ખેડૂતોની કપરી પરિસ્થિતિમાં કોઈ અધિકારી તાગ મેળવવા આવ્યો નથી કેમકે સરકારી બાબુઓ તો ૧૭મી તારીખની તૈયારીમાં લાગ્યા છે! 

 

 -ખેતરોમાં ભરાયેલ પાણી દુર્ગંધ મારી રહ્યા છે 

ઝઘડિયા પંથકના મુલદ થી લઇ અશા સુધીના ખેતરોમાં છેલ્લા ૬ દિવસથી પાણી ભરાયેલા છે. મુલદ ગોવાલીની સીમોમાં ૪૦ દિવસથી ભરાયેલા છે. નર્મદાના પૂરના આ પાણી દુગધ મારી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. નજીકના ખેતરોમાં ઉભું રહી સકાય એવી પરિસ્થિતિ નથી. વરસાદી વાતાવરણમાં આટલી દુગધપાણીની આવતી હોઈ તો જયારે તાપ તડકો નીકળશે ત્યારે પાણી ભરાયેલ સીમોમાં ત્રાસ દાયક પરિસ્થિતિ સર્જાશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.