Gujarat
નડિયાદ, વસો, ખેડા, મહુધા ને ડાકોરના કેટલાક વિસ્તારો કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં
By GS Team
3 Jul 20201 min read
This article was originally published on 3 Jul 2020

નડિયાદ, તા.02 જુલાઈ 2020, ગુરુવાર
નડિયાદ-વસો-ખેડા, મહુધા તથા ડાકોર શહેરના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
જેમાં વસો તાલુકાના વસો ગામના આઝાદપોળ વિસ્તાર, ખેડા શહેરના મોમીનવાડ વિસ્તાર, તેમજ નાયકા ગામના મહેશ્વરી મીલ પાછળનો વિસ્તાર, નડિયાદ શહેરના મનોહરનગર ભોજા તલાવડી વિસ્તાર, જે.કે. પાર્ક-૨ મિશન રોડ વિસ્તાર, પરીખ સંકુલ વિસ્તાર, સુહાના સોસાયટી વિસ્તાર, કમળા ગામના ગામડી વિસ્તાર, મહુધા શહેરના અંબામાતા વિસ્તાર, ડાકોર શહેરના યમુનાકુંજ સોસાયટી બંસરી એપાર્ટમેન્ટ વિસ્તારોને કોવીડ-૧૯ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.




