Get The App

એશિયાના સૌથી મોટા સિમ્પોઝિયમમાં નડિયાદના વિદ્યાર્થીઓનું પ્રથમ સ્થાન

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
એશિયાના સૌથી મોટા સિમ્પોઝિયમમાં નડિયાદના વિદ્યાર્થીઓનું પ્રથમ સ્થાન 1 - image

- દેશભરની શિક્ષણ સંસ્થાઓની 100 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો

- વૈશ્વિક સમસ્યાના ઉકેલ રૂપે 'વાતાવરણમાંથી ટકાઉ રીતે કાર્બન ડાયોક્સાઈડનું સંકલન' વિષય પર સ્પર્ધા યોજાઈ 

નડિયાદ : નડિયાદના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરના એઝોટ્રોપી સિમ્પોઝિયમ અંતર્ગત યોજાયેલી 'એઝોક્યુબ' સ્પર્ધામાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પર્યાવરણની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાના ઉકેલ રૂપે 'વાતાવરણમાંથી ટકાઉ રીતે કાર્બન ડાયોક્સાઈડનું સંકલન' વિષય પર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ગ્રાફીન ઓક્સાઈડ નેનોપાટકલ્સનો ઉપયોગ કરી નવીન ટેક્નોલોજી રજૂ કરી વિજેતા પદ હાંસલ કર્યું હતું.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશભરની અગ્રણી શિક્ષણ સંસ્થાઓની ૧૦૦થી વધુ ટીમોએ નોંધણી કરાવી હતી. જેમાંથી સ્પર્ધાના કડક માપદંડો અને ટેક્નિકલ ચકાસણીના અંતે આશરે ૪૦ ટીમોની પ્રાથમિક ચરણ માટે પસંદગી કરવામાં આવી હતી. અંતિમ અને ફાઈનલ રાઉન્ડ માટે માત્ર ૧૧ ટીમો જ ક્વોલિફાય થઈ શકી હતી, જેમાં ધરમસિંહ દેસાઈ યુનિવસટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓની ટીમે પોતાની શ્રેƒતા સાબિત કરી હતી. ડી ડી યુની.ની ટીમમાં રૂદ્ર કાન્ઝારિયા, દેવ પટેલ, પ્રયાગ ઓઝા અને તેજસ પટેલનો સમાવેશ થયો હતો. આ વિદ્યાર્થીઓએ ગ્રાફીન ઓક્સાઈડ નેનોપાટકલ્સને એમાઇન સાથે ફંક્શનલાઈઝ કરીને ઉચ્ચ સીઓ-૨ સિલેક્ટિવિટી ધરાવતું અત્યાધુનિક એબ્ઝોર્ર્બન્ટ તૈયાર કરવાની નવીન અને અસરકારક પદ્ધતિ રજૂ કરી હતી, જે પરીક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.