Astro

વાંચો તમારું 24 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોએ વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. કન્યા રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થશે. મીન રાશિના જાતકોને દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા મળશે. રાજકીય-સરકારી કામમાં મુશ્કેલી જણાશે, તેથી વાદ-વિવાદથી બચવું. અગ્નિદત્ત પદમનાભના જણાવ્યા મુજબ, આજે ઘણા જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 24 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપે તન-મન-ધનથી - વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. ધર્મકાર્ય થાય.
મિથુન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ રહે.
કર્ક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
સિંહ : આપના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં.
કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થાય. આનંદ અનુભવો. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.
તુલા : આપને કામકાજમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જાય. સામાજિક-વ્યવહારિક કામ રહે.
વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે.
ધન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. મુશ્કેલી જણાય. વાદ-વિવાદથી સંભાળવું પડે.
મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ-ફાયદો જણાય.
કુંભ : આપને દિવસ દરમિયાન સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈભાંડુનો સાથ મળી રહે.

  • અગ્નિદત્ત પદમનાભ