Gujarat

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે

By GS TEAM
9 Oct 20252 mins read
નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે

- ખાનગી વાહનોમાં ઊંચા ભાડાં ચૂકવી લોકો વતન જવા મજબૂર

- તા. ૧૫થી ૨૬મી દરમિયાન પંચમહાલ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૩ હજાર વધારાની ટ્રીપનું સંચાલન

નડિયાદ: દિવાળીના તહેવારોની ઉજવણી કરવા પોતાના વતનમાં જવા એસટી બસો તેમજ રેલ્વે ટ્રેનમાં લોકોનો ભારે ઘસારો રહે છે. જેને ધ્યાનમાં લઇ નડિયાદ એસટી ડિવિઝન દ્વારા પંચમહાલ, દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ શહેરોની ૮૩૫ જેટલી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડા જિલ્લામાં મોટી સંખ્યામાં અન્ય જિલ્લાના લોકો નોકરી ધંધાર્થે રહે છે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે. દિવાળીના તહેવારોની ઉજવણી કરવા લોકો પોતાના વતનમાં જતા હોય છે. જેના કારણે એસટી બસ અને ટ્રેનમાં મુસાફરોની પડા પડી રહે છે. જેના કારણે લોકો ખાનગી વાહનોમાં પોતાના વતનમાં જવા મજબૂર બને છે. ખાનગી વાહન ચાલકો દ્વારા આડેધડ ભાડું વસૂલવામાં આવતું હોય છે. ત્યારે દિવાળીના તહેવારોમાં પોતાના વતનમાં જવા મુશ્કેલી ન પડે તે આશયથી એસ.ટી ડિવિઝન નડિયાદને ખેડા જિલ્લાના જુદા જુદા એસટી ડેપો પરથી એક્સ્ટ્રા બસો દોડાવવા ૮૩૫ એસટી બસો ફાળવવામાં આવશે. તા.૧૫/૧૦/૨૫થી ૨૬/૧૦/૨૫ દરમ્યાન વધારાની એસટી બસો દોડાવવામાં આવશે. એસટી ડિવિઝન દ્વારા ગોધરા, દાહોદ, ઝાલોદ, વડોદરા, સુરત, વલસાડ તેમજ ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ સહિતના શહેરોની એસટી બસો દોડાવવામાં આવશે. આ દિવસો દરમિયાન ૩,૦૦૦ જેટલી વધારાની ટ્રીપો દોડાવવામાં આવશે. જેથી ખેડા જિલ્લામાંથી દિવાળીના તહેવારો ઉજવવા પોતાના વતનમાં જવા પ્રજાજનોને સરળતા રહેશે.

કયા એસટી ડેપો પરથી કેટલી વધારાની બસો દોડાવાશે

ડેપો

બસો

નડિયાદ

૯૦

મહુધા

૮૦

ખેડા

૮૦

કપડવંજ

૮૦

બોરસદ

૯૦

આણંદ

૯૦

ડાકોર

૮૫

બાલાસિનોર

૮૭

ખંભાત

૯૦

પેટલાદ

૮૫