Get The App

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ 1 - image

- ઇન્ચાર્જ એસપીનો પણ ઘેરાવ કરીને સમાજના લોકોએ રજૂઆત કરી 

- દિનશા પટેલ નર્સિગ કોલેજની મજૂરી વિના ગેરહાજર રહેતા ચાર કર્મચારીને શોકોઝ નોટિસ, યોગ્ય ખુલાસો નહીં કરે તો સસ્પેન્ડ સુધીના પગલાં લેવાશે  

નડિયાદ : નડિયાદના બહુચર્ચિત દિનશા પટેલ નર્સિગ કોલેજમાં જય પાટીલ આપઘાત કેસમાં દલિત સામજે કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કર્યું હતું અને ઇન્ચાર્જ એસપીનો પણ લોકોએ ઘેરાવ કર્યો હતો. આ ઉપરાંત સંસ્થાને કોઇપણ પ્રકારની જાણકારી આપ્યા વગર કે રજાની મંજૂરી લીધા વિના ફરજ પર ગેરહાજર રહેવા બદલ ડાયરેક્ટ દ્વારા ચાર કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. 

દિનશા પટેલ નર્સિગ કોલેજમાં જય પટેલના આપઘાત કેસને લઇ ફરિયાદ નોંધાયાના ૧૪ દિવસ બાદ જવાબદારોની ધરપકડ કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. 

દિનશા પટેલ નર્સિગ કોલેજ દ્વારા પ્રો.ડો. વિરેન્દ્રકુમાર જૈન, પ્રો. ડો. ધારા યજ્ઞાાગ વ્યાસ, પ્રફુત્તિ બહેન પટેલ અને શેરીન જાદવને શોકોઝ નોટિસ ફટકવામાં આવી છે. આ ચારેય સામે મૃતક વિદ્યાર્થીના પરિવારે ફરિયાદ પણ નોંધાવી છે. કોલેજ પ્રશાસને નોટિસમાં દર્શાવ્યું છે કે, કર્મચારીઓ સામે ગંભીર કાનૂની કાર્યવાહી અને ફરિયાદ નોંધાઇ હોવા છતાં સંસ્થાને અંધારામાં રાખી છે. સંસ્થાને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી ટના છુપાવવા બદલ કર્મચારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. કોલેજના ડાયરેક્ટરે દ્વારા ત્રણ દિવસમાં ખુલાસો કરવાની મુદત આપવામાં આવી છે. આ સમયગાળામાં નોધાયેલી વિગતો, હાલની કાનૂની સ્થિતિ અને સંસ્થાને જાણ કેમ ન કરી તેનું લેખિતમાં કારણ આપવાનું રહેશે. જો તેઓ રજા પર હોવાનો દાવો કરતો હોય તો કોની મંજૂરી લીધી હતી તેના પણ પુરાવા રજૂ કરવા પડશે. સંસ્થાએ આ મામલે કડક વલણ અપનાવતા અંતિમ ચીમકી અપાી છે. જો નિર્ધારિત સમયમાં સંતોષજનક અને પુરાવા સાથેનો જવાબ નહીં મળે તો શિસ્તભંગના પગલાં તરીકે તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવશે. 

બીજ તરફ જય પાટીલના પરિવારજનો અને દલિત સમાજ ન્યાયની માગણી સાથે રોડ પર ઉતર્યો છે. લોકો દ્વારા કલેક્ટર કચેરી બહાર સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો. જેના લઇ ડીવાયએસી અને હાલ ઇન્ચાર્જ એસ.પી. વિમલકુમાર બાજપાઇ આવ્યા હતા અને વિમલકુમાર બાજપાઇનો પણ લોકોએ ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, હજુ પણ દલિત સમાજના અગ્રણીઓ કલેક્ટર કચેરીના ગેટ પાસે ન્યાયની ગુહાર લગાવી આંદોલન કરી રહ્યાં છે.