Gujarat

સયાજી હોસ્પિટલનું નિરીક્ષણ કરીનેNABH ની ટીમ પરત ફરી

By GS TEAM
22 Feb 20261 min read
સયાજી હોસ્પિટલનું નિરીક્ષણ કરીનેNABH ની  ટીમ પરત ફરી

વડોદરા,સયાજી હોસ્પિટલમાં એન એ બી એચ ના મૂલ્યાંકન માટે ત્રણ સભ્યોની ટીમે સતત ત્રણ દિવસ સુધી નિરીક્ષણ કર્યું હતું. ૭૨ કલાક દરમિયાન ટીમ દ્વારા હોસ્પિટલના તમામ ૨૪ જેટલા વોર્ડમાં મુલાકાત લીધી હતી.

 NABH ની ટીમ દ્વારા મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી નિરીક્ષણની કામગીરી શરૃ કરવામંાં આવી હતી.જેમાં માળખાકીય સુવિધાઓ ઉપરાંત  હોસ્પિટલમાં થતી સર્જરી, બ્લડ બેન્ક ની સુવિધાઓ, ક્વીક રિસ્પોન્સ રેકર્ડ તેમજ સ્ટાફના નોલેજ સહિતની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે બપોરે ટીમ પરત ગઇ  હતી. 

     NABH નું સટફિકેટ સયાજી હોસ્પિટલને મળે તો દર્દીઓ સહિત હોસ્પિટલને ૧૦ ટકા આથક સહાય નો લાભ મળી શકે છે. સરકાર તરફથી મળનાર વધુ આથક લાભ રોગી કલ્યાણ સમિતિમાં આથક ફંડમાં જમા થવાથી દર્દીઓને વધુ સુવિધા મળશે.