Gujarat

લવ જેહાદઃ હિન્દુ નામ ધારણ કરી મુસ્લીમ યુવકનું વિધવા સાથે દુષ્કર્મ

By GS TEAM
7 Apr 20262 mins read
લવ જેહાદઃ હિન્દુ નામ ધારણ કરી મુસ્લીમ યુવકનું વિધવા સાથે દુષ્કર્મ

અમદાવાદ, મંગળવાર 

લવજેહાદ જેવા ચોંકાવનારા કિસ્સામાં એ.એમ.ટી.એસ. બસના ડ્રાઇવર લગ્નની લાલચ આપીને વિધવા સાથે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જો કે મહિલાએ આરોપીની બહેન સાથે વાત કરતાં તે ત્રણ સંતાનો પિતા મુસ્લિમ હતો, મહિલાને પ્રેમજાળમાં ફસાવવા માટે મોહિત પટેલના નામનું ખોટુ આધારકાર્ડ બનાવ્યું હોવાનું ખુલ્યું છે. ઓઢવ પોલીસે વધુ તપાસ કરે છે.

મોહિત પટેલના નામનું ખોટુ આધાર કાર્ડ બનાવ્યું આરોપીની બહેન સાથે વાત કરતાં ભાંડો ફૂટયો

અમરાઇવાડીમાં રહેતી ૨૯ વર્ષની વિધવા મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગોધરાના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પતિનું કોરોના કાળમાં અવસાન થયું હતું ત્યારબાદ તે દિકરા સાથે પિયરમાં રહેતી અને નવરંગપુરા ખાતે નોકરી કરતી હતી દોઢ વર્ષ પહેલા એ.એમ.ટી. એસના આરોપી ડ્રાઇવરના સંપર્ક આવ્યા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબધ થયો હતો આરોપીએ પોતે મોહિત પટેલ હોવાની વાત કરીને લગ્નની લાલચ આપીને વિધવાને ઓઢવની હોટલમાં લઇ જઇને દોઢ વર્ષ સુધી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.

વિધવાને શંકા જતાં હોટલમાં આરોપીની જાણ બહાર તેના મોબાઇલથી તેની બહેન સાથે વાત કરતાં તે મુસ્લીમ અને ત્રણ સંતાનો પિતા હોવાની જોણ થઇ હતી. જેથી વિધવાએ તેની સાથે સંબંધ કટ કર્યા હતો અને ફોન ઉપાડવાનો બંધ કર્યો  હતો તેમ છતાં એક દિવસ આરોપી નવંરગપુરામાં મળ્યોે હતો અને સંબંધ રાખવા દબાણ કરતાં મહિલાએ પોલીસ બોલાવતાં આરોપીએ હવે પછી હેરાન નહી કરવાની વાત કરી હતી ત્યારબાદ પણ આરોપી પીછો છોડતો ન હતો અને તાજેતરમાં ઘરે જઇને મહિલાને ધમકી આપતાં આખરે તેની સામે ફરિયાદ કરી હતી.