Get The App

VIDEO: યુદ્ધના માહોલ વચ્ચે ભુજના આકાશમાં ચમકતી વસ્તુઓ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ તપાસ તેજ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: યુદ્ધના માહોલ વચ્ચે ભુજના આકાશમાં ચમકતી વસ્તુઓ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ તપાસ તેજ 1 - image


Bhuj News : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં આજે(6 માર્ચ, 2026) આકાશમાં ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. રાત્રિના 10 વાગ્યાની આસપાસ ભુજના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકતી વસ્તુ જેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં ફફડાટ છવાયો છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.


ભુજમાં આકાશમાં રહસ્યમય પદાર્થ દેખાતા કુતૂહલ

ભુજ શહેરના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા, ભીડ નાકા આસપાસના વિસ્તારોમાં આકાશમાં ભેદી પ્રકાશમય પદાર્થ દેખાયા બાદ થોડીક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ મામલે ભુજના ખગોળવિદ્દે ડ્રોન જેવી દેખાતી વસ્તુ આકાશમાં બહુ ઊંચાઈએ ન હોવાનું જણાવ્યું હતું. 

આકાશમાં સંખ્યાબંધ ડ્રોન જેવી કોઈ ભેદી ચીજ વસ્તુ ઉડતી હોવાને લઈને ભુજ પોલીસે તપાસ હાથ ધરી છે.