Gujarat

વટવામાં જેલથી છૂટીને મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું

By GS Team
10 Aug 20252 mins read
This article was originally published on 10 Aug 2025
વટવામાં જેલથી છૂટીને મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમદાવાદ, રવિવાર

વટવામાં અંગત અદાવતમાં બારીમાંથી રસોડામાં અને ઘર બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને મહિલાના ઘર પાસે સર સામાનની તોડફોડ કરાતા ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ તપાસમાં મહિલાએ બે વર્ષ અગાઉ શખ્સ સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા બે વર્ષ જેલમાં હતો જેલમાં છૂટી આવીને મહિલા પાસે જેલમાંથી છૂટવાનો ત્રણ લાખ ખર્ચ માગીને ફાયરિંગ કર્યું હતું. જો કે ગોળીબારમાં કોઇ જાનહાનિ થયેલી નથી. વટવા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જેલમાંથી છૂટવાનો રૃા. ૩ લાખ ખર્ચ માંગીને વાહનોની તોડફોડ ઃ ગોળીબારમાં જાનહાનિ નહી

વટવામાં રહેતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં વટવામાં ત્રણ સામે ફરિયાદ નોંેધાવી છે કે બે વર્ષ અગાઉ ઇમરાન શેખે મહિલા પાસે ખંડણી માંગતા તેની સામે ફરિયાદ કરી  હતી જે કેસમાં તેને બે વર્ષની સજા થઇ હતી. 

તાજેતરમાં આરોપી જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો અને બે દિવસ પહેલા મહિલા પાસે જઇને તારા પોલીસ કેસના કારણે હું બે વર્ષ જેલમાં હતો જેલમાંથી છુટવા માટે રૃા. ૩ લાખનો ખર્ચો થયો તે તારે આપવા પડશે કહીને તકરાર કરીને જતો રહ્યો હતો દરમિયાન આજે વહેલી સવારે મહિલા અને પતિ સૂતા હતા ત્યારે ઘરની બહાર બુમાબુમ થતા તેઓએ બારીમાંથી જોતા ત્રણ શખ્સો મહિલાને જોઇને ગાળો બોલીને ઘરની બહાર પડેલા સર સામાન અને વાહનોની તોડફોડ કરતા હતા. અચાનક ઇમરાને હથિયારથી બારીમાંથી રસોડામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા મહિલા હટી જતા ગોળી વાગી ન હતી. દંપતિ ઘરમાં રૃમમાં છપાઇ ગયું હતું આતંક મચાવીને આરોપીઓ નાસી ગયા હતા.