પ્લોટમાં
સિનિયર સિટીઝન પાર્ક બનાવવા માંગ
રોકડિયા
હનુમાન પાસે વર્ષો જુના દબાણો દૂર થતાં પ્લોટ ખુલ્લો થયો ઃ સ્થાનિકોને હાશકારો
વિરમગામ -
વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાંથી દબાણો દૂર કરવાની કડક
ઝુંબેશ ફરી શરૃ કરવામાં આવી છે. પાલિકાની નોટિસ છતાં સ્વેચ્છાએ દબાણ ન હટાવતા,
આજે તંત્રએ જેસીબી મશીન વડે ગેરકાયદે બાંધકામો તોડી પાડી લાખોની
જમીન ખુલ્લી કરાવી હતી.
નગરપાલિકાના
ચીફ ઓફિસરની આગેવાનીમાં ફાયર બ્રિગેડ અને ટેકનિકલ ટીમે રોકડિયા હનુમાન મંદિર પાછળ
પબ્લિક સ્ટ્રીટ લેન્ડ પર કાર્યવાહી કરી હતી. અહીં વર્ષોેથી ખડકાયેલી ૧૦ પાકી ઓરડીઓ
અને શૌચાલયોના દબાણ પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. આ જ જગ્યાએ અગાઉ ભાડાની
આંગણવાડી કાર્યરત હતી, જેને બે માસ પૂર્વે ખાલી કરાવ્યા બાદ આજે તમામ પાકા દબાણો તોડી પ્લોટ
ખુલ્લો કરાયો હતો.
આ
કિંમતી જમીન દબાણમુક્ત થતા સ્થાનિક રહીશોમાં ખુશી જોવા મળી છે. શહેરીજનોમાં એવી
માંગ ઉઠી છે કે આ ખુલ્લા થયેલા પ્લોટમાં પાલિકા દ્વારા સિનિયર સિટીઝનો માટે આધુનિક
પાર્ક બનાવવામાં આવે, જેથી વડીલોને બેસવા અને હરવા-ફરવા માટે યોગ્ય સુવિધા મળી રહે.


