અમદાવાદ,મંગળવાર,7 એપ્રિલ,2026
અમદાવાદમાંથી રુપિયા ૬૭ હજારની કિંમતનો ૨૪૪ કિલોગ્રામ
શંકાસ્પદ પનીરનો જથ્થો કોર્પોરેશના ફુડ વિભાગ તરફથી સ્થગિત કરવામા આવ્યો છે. આ
ઉપરાંત વસ્ત્રાલ ચાર રસ્તા પાસે પનીરની જગ્યાએ એનાલોગનો ઉપયોગ કરી મેનુ કાર્ડમાં
નહીં દર્શાવનાર ભૈરવનાથ પંજાબી તડકાના એકમને સીલ કરવામા આવ્યુ છે.
ફુડ વિભાગ દ્વારા ગોતામા આવેલ શ્રી ક્રીષ્ના ડેરીમાંથી રુપિયા
૩૬૪૦૦ની કિંમતનુ તથા રાધે ડેરી ,નરોડા
ખાતેથી રુપિયા ૩૧૨૦૦ની કિંમતનુ ૧૦૪ કિલોગ્રામ શંકાસ્પદ પનીરના જથ્થાને સ્થગિત
કરાયો છે. આ પનીરના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા છે.રીપોર્ટ આવ્યા પછી
સ્થગિત કરાયેલા પનીરના જથ્થાને લઈ યોગ્ય નિર્ણય કરવામા આવશે. પોલીટેકનીકની સામે નવરંગપુરામાં આવેલ પંજાબ દી મહેંકના એકમમા
ખુબ જ ગંદકી તથા પુષ્કળ પ્રમાણમા કીચનમાંથી
જીવાત મળી આવતા આ એકમને સીલ કરવામા આવ્યુ છે.ચાર દિવસમાં ફુડ વિભાગે શહેરના
વિવિધ વિક્રેતાઓને ત્યાંથી પનીરના ૬૯,
દુધની બનાવટોના ૫૨, નોનવેજ
પ્રોડકટના ૨૫, શેરડીના
રસના ત્રણ સહિત કુલ ૧૮૮ ફુડ પ્રોડકટના સેમ્પલ લેવામા આવ્યા હતા.


