- તરસમિયા અને રૂવા ખાતેની આવાસ યોજનામાં 128 લોકોને નોટિસ આપી હતી
- નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ખુલાસો ન કરતા મનપાએ સીલ મારી દંડ ફટકાર્યો
ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા રપ૪૮ ઇ.ડબલ્યુ.એસ-૧ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મહાદેવનગરની સામે, તરસમિયા રોડ ખાતે ફાઈનલ પ્લોટ નંબર-૪૬ ખાતે ગત તા. ૧ર ફેબુ્રઆરીમાં ભાડુઆતના મામલે સાત ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ રપર આવાસ આવેલા છે, જેમાં ર૭ અન્ય-ભાડુઆત હતા અને ૯ર મુળ લાભાર્થી હતા, જયારે ૬૭ બંધ મકાન જોવા મળ્યા હતાં. બંધ મકાન સહિત મળી કુલ ૯૪ ભાડુઆતને નોટિસ આપવામાં આવી હતી, જેમાં નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ખુલાસો નહીં કરતા ૧૩ આવાસને સીલ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.
શહેરના રૂવામાં રીંગ રોડ પર આવેલ ફાઈનલ પ્લોટ નંબર-૧૦૪ ખાતેની રપ૪૮ ઇ.ડબ્લ્યું. એસ.-૧ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગત તા. ૩ ફેબુ્રઆરીએ ભાડુઆતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ ૧ર૦ આવાસ આવેલા છે, જેમાં ૩૪ ભાડુઆત હતા અને ૪૯ મુળ લાભાર્થી હતા, જયારે ૩૭ બંધ મકાન જોવા મળ્યા હતાં. ૩૪ ભાડુઆતને નોટિસ આપી હતી, જેમાં ર ભાડુઆતી આવાસોના મુળ માલિકોએ સમય મર્યાદામાં ભાડુઆતી આવાસ ખાલી ન કરીને જરૂરી ખુલાસો રજૂ નહીં કરવામાં આવતા સીલ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં અન્ય આવાસમાં તપાસ કરવામાં આવશે તેમ મહાપાલિકાના અધિકારીએ જણાવેલ છે.


