Get The App

અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના

ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક બસો દોડશે, વધુ ૧૨૫ એમએલડી પાણી મળશે

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના 1 - image

ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતાં આજે મ્યુનિ. કમિશ્નર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં વિકાસલક્ષી કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મ્યુ.કમિશ્નર દ્વારા બેઠકમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ છે.

કમિશનરે કહ્યું કે ઓડિટોરિયમ, સ્વિમિંગ પૂલ સહિતના બજેટલક્ષી પ્રોજેક્ટોને ઝડપથી પૂર્ણ કરવા માટે વિભાગોને વેગ આપવા જણાવ્યું છે.

શહેરમાં ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા માટે દંડાત્મક પગલાં ભરવાની પણ સૂચના આપી છે. સાથે જ નાગરિકોની ડ્રેનેજ, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ સંબંધિત ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવવા અધિકારીઓને રોજ સવારે ફિલ્ડમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.

ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક બસો શરૂ ક૨વા માટે કામગીરી તેજ કરી હોવાનું પણ બેઠકમાં જણાવાયું છે. શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ૧૨૫ એમએલડી પાણી શહેરમાં લાવવાની યોજના અંતિમ તબક્કામાં છે.

આ ઉપરાંત પ્રિ-મોન્સૂન કામગીરીને પ્રાથમિકતા આપી વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય તેવો પ્રયાસ થઈ રહ્યો છે, સાથે જ વિશ્વામિત્રી નદીના કિનારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે પણ ચર્ચાથઈ છે.