Gujarat

રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU

By GS TEAM
19 Nov 20251 min read
TukuTouch Logo
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU

Gati Shakti Vishwavidyalaya : ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

આ કરાર DRDOના ચેરમેન અને ડિફેન્સ R&D સચિવ ડો. સમીર વી. કામતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સહકારથી સ્વદેશી રક્ષણ પ્રણાલીઓના ડિપ્લોયમેન્ટ માટે આવશ્યક ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ગતિ મળશે. આ MoU લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ, ટેક્ટિકલથી લઈ સ્ટ્રેટેજિક સ્તર સુધીની ઓપરેશનલ લોજિસ્ટિક્સનું વિશ્લેષણ, ચિપ ડિઝાઇન, હાર્ડવેર સિક્યોરિટી અને હોમોમોર્ફિક/બ્લોકચેઇન આધારિત એનક્રિપ્શન જેવા ક્ષેત્રોમાં સંયુક્ત અભ્યાસ અને સંશોધનને પ્રોત્સાહિત કરશે. સહકારનો હેતુ ઓપરેશનલ અને મિલિટરી સાયન્સ, લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ તથા ટેક્નિકલ રિસર્ચ ક્ષેત્રે સંશોધકો અને વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ વિકસાવવાનો છે. આ MoU પર GSVના કુલપતિ પ્રો. મનોજ ચૌધરી અને DRDOના ડો. લાલચંદ મંગલ (DS & DG (TM)) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.