ગુજરાતના 28 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ, 19મા 5 ઈંચ પણ નહીં, સરેરાશ 54% મેઘમહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 19.20 ઈંચ સાથે 54 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ પૈકી જુલાઈમાં જ 18 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યારસુધી રાજ્યના 28 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 19 તાલુકા એવા છે, જ્યાં 5 ઈંચ વરસાદ નોંધાયો નથી.

કપરાડામાં સૌથી વધુ 111 ઈંચ વરસાદ
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો ડાંગમાં સૌથી વધુ 88.60, જ્યારે તાલુકા પ્રમાણે વલસાડના કપરાડામાં સૌથી વધુ 111 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો 1.40 ઈંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં માત્ર 0.35 ઈંચ, ભાણવડમાં માત્ર 1.92 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા તાલુકામાં કચ્છના અબડાસા, લખપત અને અંજારનો સમાવેશ થાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં ઓછા વરસાદથી ચિંતા વ્યાપી છે.


હાલ વરસાદની પેટર્ન જોતાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. રીજિયન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 47 ઈંચ જ્યારે કચ્છમાં સૌથી ઓછો 3.70 ઈંચ વરસાદ હજુ નોંધાયો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 11.40 ઈંચ, સૌરાષ્ટ્રમાં 13 ઈંચ જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 14.60 ઈંચ વરસાદ વરસ્યો છે. ગત વર્ષે 26મી જુલાઈ સુધી સરેરાશ 19.15 ઈંચ સાથે સિઝનનો 55.75 ટકા વરસાદ વરસ્યો હતો. જોકે, ગયા વર્ષે જુલાઈના ૨૬ દિવસમાં ૭.૪૦ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે આ વખતે ૧૮ ઈંચથી વધુ વરસી ચૂક્યો છે.









