ધ્રાંગધ્રા -
ધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં સોમવારે અચાનક આગ લાગવાની ઘટના
અંગે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના પાછળના ભાગે લાગેલી આ
કાલ્પનિક આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા નગરપાલિકાના ફાયર ફાઈટર, આર્મીની બચાવ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
સંયુક્ત કામગીરી દ્વારા માત્ર ૧૭ મિનિટમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ કવાયત દરમિયાન મામલતદાર, સ્થાનિક પોલીસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના વિવિધ વિભાગોના
અધિકારીઓ હાજર રહ્યા હતા.


