Get The App

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ 1 - image


Mobile Phone Snatched In Ahmedabad: અમદાવાદ શહેરમાં માર્ગો પર ચાલતા રાહદારીઓ સુરક્ષિત ન હોય તેમ મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના વ્યસ્ત ગણાતા ભૂયંગદેવ વિસ્તારમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખસો એક રાહદારીનો મોબાઈલ ફોન આંચકીને પલકવારમાં ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

નજર ચૂકવીને કરી ચીલઝડપ

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર યુવક ભૂયંગદેવ વિસ્તારમાંથી પગપાળા પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી બાઈક પર બે અજાણ્યા બદમાશો ત્યાં ધસી આવ્યા હતા. બાઈકચાલકે વાહન રાહદારીની નજીક ધીમું કર્યું હતું અને પાછળ બેઠેલા શખસો ઝાપટ મારીને રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લીધો હતો. ભોગ બનનાર કંઈ સમજે તે પહેલાં જ બંને આરોપીઓ બાઈક ભગાડીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ લેતા સારવાર હેઠળ હતા

CCTV ફૂટેજ આવ્યા સામે

આ ગુનાહિત કૃત્યની તમામ કડીઓ નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં આરોપીઓ કઈ દિશામાંથી આવ્યા અને ગુનો આચરીને કઈ તરફ ભાગ્યા તેની સ્પષ્ટ વિગતો જોવા મળી રહી છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો સતર્ક બન્યો છે. પોલીસના જણાવ્યાનુસાર, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓના બાઈકનો નંબર અને તેમના ચહેરા ઓળખવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.