Get The App

વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો 1 - image

Vadodara District Jail : વડોદરા મધ્યસ્થ જેલની બેરેકમાં ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવતા જેલરે રાવપુરા પોલીસ સ્ટેશને ત્રણ કેદીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા મધ્યસ્થ જેલમાં અવારનવાર ચેકિંગ કરાતા કેદીઓ પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે વડોદરા મધ્યસ્થ જેલના ઇ.જેલર એન.જે.મુંધવા તથા સ્થાનિક ઝડતી જેલર અને ઝડતી સ્ક્વોર્ડના કર્મચારીઓ તેમના સિનિયર જેલર (વહીવટ)ની સૂચના મુજબ સરદાર યાર્ડ બેરેક નં.303ની ઝડતી લીધી હતી. જેમાં મશીન દ્વારા ચેક કરતા ગાદલાની નીચે છુપાવેલો સીમકાર્ડ તથા ચાર્જર સાથે મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઈલફોન પાકા કામના કેદી ઈરફાન સિરાજ પાડા, ભાવેશ મફતભાઈ ઠાકોર તથા કાચા કામના કેદી અબ્દુલ રહેમાન શેખનો હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય કેદીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ તથા કેદી અધિનિયમ હેઠળ ગુનો નોંધી મોબાઈલ ફોન જેલમાં કઈ રીતે પહોંચ્યો ? તથા આ મોબાઈલ ફોનનો ઉપયોગ કઈ દિશામાં થયો છે? તે દિશામાં તપાસ આરંભી હતી.