Gujarat

આણંદનો યુવાન, ચિખોદરા, ફીણાવ અને અમીયાદની યુવતીઓ લાપતા

By GS Team
5 Feb 20222 mins read
This article was originally published on 5 Feb 2022
આણંદનો યુવાન, ચિખોદરા, ફીણાવ અને અમીયાદની યુવતીઓ લાપતા

- જિલ્લામાં વ્યક્તિ ગુમ થવાનો સિલસિલો યથાવત 

- પરિવારજનોની શોધખોળ છતાં પતો ન લાગતા આણંદ શહેર-ગ્રામ્ય તેમજ વિરસદ અને ખંભાત પોલીસમાં જાણવા જોગ

આણંદ : આણંદ જિલ્લામાંથી ગુમ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. વીતેલા દિવસો દરમ્યાન જિલ્લાના આણંદ શહેરનો પુરૂષ તેમજ ચિખોદરા, ફીણાવ તથા અમીયાદ ગામની ત્રણ અલગ-અલગ યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા થઈ હોવાના બનાવ અનુક્રમે આણંદ શહેર, આણંદ ગ્રામ્ય, ખંભાત ગ્રામ્ય અને વિરસદ પોલીસ દફતરે નોંધાયા છે.

મુળ બિહારના ઔરંગાબાદના જાગુ્ર પીપરના રહેવાસી સુનિલકુમાર રામેશ્વર યાદવ (ઉં.વ.૩૬) આણંદ ખાતે કામકાજ અર્થે આવ્યા હતા. જ્યાંથી ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થતા સરફરાઝ વ્હોરાએ આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ તાલુકાના ચિખોદરા ગામે સેજા તલાવડી વિસ્તારમાં રહેતા અશોકભાઈ ચંદુભાઈ તળપદાની ૨૦ વર્ષીય પુત્રી સરોજબેન ગત તા.૪ ફેબુ્રઆરીના રોજ નમતી બપોરના સુમારે મહેંદી મુકાવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ફરી લાપત્તા થઈ હતી. જે અંગે અશોકભાઈ તળપદાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુમ થવાના અન્ય બનાવની વિગતમાં ખંભાત તાલુકાના ફીણાવ ગામે પ્રાથમિક શાળા પાછળ રહેતા પ્રકાશભાઈ લાલજીભાઈ રોહિતની ૨૧ વર્ષીય પુત્રી ગાયત્રીબેન ગત તા.૨જી ફેબુ્રઆરીના રોજ બામણવા ગામે આવેલ કંપનીમાંથી પોતાના ઘરે ફીણાવ જવાનુ કહી નીકળ્યા બાદ ઘરે ન પહોંચી લાપત્તા થઈ હતી. જે અંગે પ્રકાશભાઈ રોહિતે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ તાલુકાના અમીયાદ ગામે બસ સ્ટેન્ડ પાસે રહેતા જશભાઈ હીરાભાઈ ચૌહાણની દિકરી લક્ષ્મીબેન (ઉં.વ.૨૨) ગત તા.૨જી ફેબુ્રઆરીના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપત્તા થઈ હતી. જે અંગે જશભાઈ ચૌહાણે વિરસદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.