Gujarat
ભાજપ કાર્યકરની પત્નીના પ્રેમ સબંધોનો વીડિયો ઉતારનાર સગીર પુત્ર પર અત્યાચાર
By GS TEAM
16 May 20261 min read

વડોદરાઃ શહેરના હરણી રોડ વિસ્તારમાં એક પ્રેમ પ્રકરણના અજબના કિસ્સામાં પીસાયેલા સગીર વયના પુત્ર પર માતા અને કથિત પ્રેમીએ અત્યાચાર ગુજારાતાં સગીરે હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,હરણી વિસ્તારમાં રહેતા ભાજપ કાર્યકર કેટલાક સમયથી બહાર છે અને અહીં તેમની પત્ની અને સગીર પુત્ર રહે છે.આ કાર્યકરની પત્ની કેટલાક સમયથી એક પુરુષના સંપર્કમાં હતી અને બંને વચ્ચે પ્રેમ સબંધ હોવાનું મનાય છે.
સગીર પુત્રએ માતા અને કથિત પ્રેમીનું ઓડિયો તેમજ વીડિયો રેકોર્ડિંગ કરી લેતાં તેની રીસ રાખીને બંને જણા તેને પરેશાન કરતા હતા. પુત્રને મારઝૂડ કરી ગોંધી રાખીને ધમકી પણ આપવામાં આવતી હતી.જેથી સગીરે પોલીસને ફરિયાદ કરતાં હરણી પોલીસે માતા અને અન્ય પુરુષ સામે ગુનો નોંધ્યો છે.









