જામનગરમાં કડીયાવાડમાં મકાનમાં ચાલતી ઘોડીપાસાની મીની કલબ ઝડપાઈ : 2.46 લાખની માલમતા સાથે 10 આરોપીઓ પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર ઘોડીપાસાની મીની કલબ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને 10 આરોપીઓને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયા 2,46,500 ની માલમતા કબજે કરી છે.
જામનગરના કડીયાવાડ વિસ્તારમાં લાડવા શેરીમાં રહેતા રાજેન્દ્ર ચમનલાલ નામના શખ્સ દ્વારા બહારથી માણસોને એકત્ર કરીને પોતાના ઘરમાં ઘોડિપાસા અલગ ચલાવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત 10 શખ્સ ઘોડીપાસાનો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.
આથી પોલીસે મકાન માલિક રાજેન્દ્ર ચમનલાલ લાલાણી પ્રશાંતસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૌશિક જયંતીલાલ ચાવડા, અજય હરજીભાઈ વાઢેર ભરત રમેશભાઈ વસાણી, ઘનશ્યામભાઈ હીરાભાઈ લાખાણી, ધર્મેન્દ્ર જગદીશભાઈ સોલંકી, સરફરાજ ઓસમાણભાઈ વાઘેર, નરેન્દ્ર જમનાલાલ લાખાણી અને કેતન રાજેશભાઈ ખેતાણી સહિત 10 આરોપીયરની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 50,500ની રોકડ રકમ નંગ મોબાઈલ ફોન, તેમજ બે વાહનો સહિત કુલ રૂપિયા 2,46,500 ની માલમતા કબજે કરી લીધી છે.









