Get The App

વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી 1 - image

Vadodara : વડોદરામાં ગઈકાલે રાત્રે આત્મહત્યા કરવાના બે સ્થળે પ્રયાસ થયા હતા. જેમાં એક પુરુષનું મોત નિપજ્યું છે. જ્યારે યુવતીનો બચાવ થયો છે.

વાસદ બ્રિજ ઉપરથી કોઈ વ્યક્તિ કુદી પડી હોવાનો મેસેજ મળતા વાસદ પોલીસ દ્વારા વડોદરા પોલીસ તેમજ વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં શોધખોળ કરાતા આધેડ વયના એક પુરુષની લાશ મળી આવી હતી. જેથી વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવ છાણી કેનાલમાં બન્યો હતો. જેમાં એક યુવતી કેનાલના કિનારે ઉભી રહીને કૂદી પડવાની ધમકી આપતી હોવાથી તેના સંબંધીઓ દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.ફાયર બ્રિગેડ દ્વારા આ યુવતીને કેનાલ નજીકથી માંડ માંડ કાઢી લેવામાં આવી હતી. પોલીસે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.