Gujarat

પંચમહાલ: શહેરામાં MGVCLનો સપાટો, 20 ટીમોના 30 ગામોમાં દરોડા, 79 કનેક્શનમાં લંગરિયા પકડાયા

By GS TEAM
16 Mar 20262 mins read
TukuTouch Logo
પંચમહાલના શહેરા-1 અને શહેરા-2 સબ ડિવિઝનના વિવિધ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ(MGVCL) દ્વારા મેગા વીજ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિજિલન્સની 20 જેટલી ટીમોએ 30થી વધુ ગામોમાં ઓચિંતુ વીજ ચેકિંગ કરતા વીજ ચોરી કરતા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. MGVCLની ડ્રાઈવમાં 79 કનેક્શનોમાં વીજ ચોરીના ઝડપાતા રૂ.10.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: શહેરામાં MGVCLનો સપાટો, 20 ટીમોના 30 ગામોમાં દરોડા, 79 કનેક્શનમાં લંગરિયા પકડાયા

MGVCL Raids In Shahera : પંચમહાલના શહેરા-1 અને શહેરા-2 સબ ડિવિઝનના વિવિધ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ(MGVCL) દ્વારા મેગા વીજ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિજિલન્સની 20 જેટલી ટીમોએ 30થી વધુ ગામોમાં ઓચિંતુ વીજ ચેકિંગ કરતા વીજ ચોરી કરતા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. MGVCLની ડ્રાઈવમાં 79 કનેક્શનોમાં વીજ ચોરીના ઝડપાતા રૂ.10.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શહેરામાં MGVCLનો સપાટો

પંચમહાલના શહેરા-1 અને શહેરા-2 સબ ડિવિઝનમાં આવતા વિવિધ ફીડરોના વિસ્તારોમાં MGVCL દ્વારા મેગા વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરા MGVCL કચેરી ખાતે વહેલી સવારથી વિજિલન્સની ટીમો એકત્રિત થઈ હતી, જ્યાં સમગ્ર વિસ્તારને અલગ-અલગ ઝોનમાં વહેંચ્યા બાદ 20 જેટલી ટીમોએ ભદ્રાલા, ભોટવા, ગમન બારિયાના મુવાડા, નરસાણા, ખોજલવાસા અને નાડા સહિત 30 ગામોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. 

30 ગામોમાં દરોડા પાડી 79 કનેક્શનમાં લંગરિયા પકડાયા

આ મેગા ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કુલ 655 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક સ્થળોએ લંગરિયા નાખીને તેમજ મીટર સાથે છેડછાડ કરીને વિજ ચોરી કરતા 79 કનેક્શનમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ અને સીધી વીજ ચોરી થતી હોવાનું માલૂમ પડ્યું હતું. વીજ ચોરી મામલે MGVCLએ કુલ 10.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

સમગ્ર મામલે ડેપ્યુટી ઇજનેરે જણાવ્યું હતું કે, “વીજ ચોરી એ માત્ર કંપની માટે જ નહીં પણ પ્રામાણિક ગ્રાહકો માટે પણ નુકસાનકારક છે. ચોરીને કારણે વોલ્ટેજની સમસ્યા ઉભી થાય છે અને ટ્રાન્સફોર્મર બળી જવાના કિસ્સા વધે છે. અમે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલમાં મૂકી છે. આગામી દિવસોમાં પણ તાલુકાના વિવિધ ગામોમાં આ પ્રકારની આકસ્મિક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ

શહેરા-1 અને 2 સબ ડિવિઝન દ્વારા જાન્યુઆરી મહિનામાં 12,567 ગ્રાહકો પાસેથી રૂ.2.04 કરોડથી વધુ રકમની રિકવરી કરી છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 21,934 ગ્રાહકો પાસેથી રૂ.2.57 કરોડથી વધુ રકમ અને માર્ચ મહિનામાં 11,400 ગ્રાહકો પાસેથી રૂ.1.20 કરોડથી વધુ રકમની રિકવરી કરવામાં આવી છે. આમ ત્રણ મહિનામાં 45,901 ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 5.82 કરોડની રિકવરી કરવામાં આવી છે.